જોશીમઠમાં આવેલી આપદાને કારણે લોકો પોતાનું ઘર છોડવા બન્યા મજબુર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-10 09:12:04

ઉત્તરાખંડના જોશીમઠમાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. જોશીમઠમાં સતત ભૂસ્ખલન થવાને પગલે અનેક લોકોએ પોતાના ઘર ગુમાવી દીધા છે. સતત વધતા ખતરાને લઈને કેન્દ્ર સરકાર પણ આની પર ધ્યાન આપી રહી છે. કેન્દ્રની ટીમ આજે જોશીમઠની મુલાકાત લેશે. ભૂસ્ખલનને પગલે અસુરક્ષિત મકાનોને પાડવાની શરૂઆત કરવામાં આવી ગઈ છે. મુખ્યસચિવ ડો.એસએસ સંધુએ અસુરક્ષિત ભવનોને તોડવાનો આદેશ આપ્યો છે.


કેન્દ્રની ટીમ જોશીમઠની મુલાકાત લેશે  

છેલ્લા ઘણા દિવસોથી જોશીમઠમાં જમીન ઘસી રહી છે. ઉત્તરાખંડના ચમોલીમાં સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે. ઘરોમાં તિરાડો પડી રહી છે. લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે.ઉત્તરાખંડના મુખ્યમંત્રી સતત આ ઘટના પર ધ્યાન આપી રહ્યા છે. અનેક વખત જોશીમઠની મુલાકાત પણ લીધી છે. વડાપ્રધાન મોદીએ પણ જોશીમઠની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી ઉપરાંત PMOમાં ઉચ્ચ સ્તરીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

 

જર્જરિત ઈમારતોને તોડવાની કરાશે કામગીરી 

કેન્દ્રની ટીમ આજે જોશીમઠની મુલાકાત લેવાના છે. હિમાંશુ ખુરાનાએ માહિતી આપતા કહ્યું કે જળ શક્તિ મંત્રાલયની એક ટીમ અહીંયા આવી હતી અને મંગળવારે કેન્દ્રની ટીમ અહીંની મુલાકાત લેવા આવશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય ભવન અનુસાધન સંસ્થાની દેખરેખ હેઠળ ઘરો તેમજ ઈમારતોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. 


લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા 

વધુમાં તેમણે કહ્યું કે જે જગ્યાઓ પર ઈમારતોને તોડવાની કામગીરી કરવામાં આવશે તે જગ્યાને પ્રશાસને અસુરક્ષિત ઝોન જાહેર કરી ખાલી કરાવી દીધું છે. ઘર છોડતા લોકો ભાવુક પણ થયા હતા. આ કામમાં હવામાન સૌથી મોટી ચૂનોતી સાબિત થઈ શકે છે. વરસાદ અથવા તો હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જે સૌથી વધારે અસરગ્રસ્ત છે ઈમારતોને સૌથી પહેલા તોડવામાં આવશે. 678 ઘરોમાં તિરાડો પડી ગઈ છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?