ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અનેક જિલ્લાઓમાં વરસી રહ્યો છે. ભારે વરસાદ થવાને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે. ડેમની સપાટી પણ સતત વધી રહી છે. સરદાર સરોવર ડેમમાં તો પાણીની આવક થતાં જળસપાટી મહત્તમ લેવલ પર પહોંચી છે પરંતુ ગુજરાતના અનેક એવા ડેમો છે જ્યાં પાણીની આવક થઈ રહી છે. ડેમમાં પાણીની આવક થતા ડેમનું પાણી નદીઓમાં છોડવામાં આવી રહ્યું છે. દેશભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મહીસાગરમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થવાને કારણે કડાણા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. કડાણા ડેમમાંથી 7.50 લાખ ક્યુસેક પાણી છોડાતા મહીસાગર નદી ગાંડીતૂર બની છે. કડાણા ડેમમાંથી 3 લાખ 75 હજાર ક્યુસેક જેટલું પાણી સતત મહીનદીમાં છોડવામાં આવ્યું છે.
મહીસાગર:કડાણા ડેમની જળ સપાટી 415 ફૂટ પોહચી,106 ગામોને અલર્ટ કરાયા#mahisagar #kadanadam #mahisagardistrict #mahisagarrain #mahisagar_river #gujaratrain #mahisagarexplore #rainupdate pic.twitter.com/UO3LzlfEWn
— Jamawat (@Jamawat3) September 18, 2023
સરદાર સરોવર ડેમ બાદ કડાણા ડેમ પાણીથી છલોછલ!
આપણે ત્યાં કહેવાય છે ભાદરવો ભરપૂર... ભાદરવા મહિના દરમિયાન સારો વરસાદ જોવા મળતો હોય છે. ત્યારે આ વખતે પણ ભાદરવા મહિના દરમિયાન ગુજરાત રાજ્યમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે. નવા નીરના વધામણા અનેક જગ્યાઓ પર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં જળસપાટી સતત વધતી જઈ રહી છે. સરદાર સરોવર ડેમમાં તો પાણીનો જથ્થો આવ્યો છે. અનેક ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે મહીસાગરમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.
નદીમાં પાણી આવતા તંત્ર બન્યું એલર્ટ!
કડાણા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. મળતી માહિતી અનુસાર કડાણા ડેમની જળસપાટી 415 ફૂટ પહોંટી છે. 3 લાખ 75 હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે. નદીમાં પાણી છોડવામાં આવતા અનેક ગામોને એલર્ટ કરાયા છે. મહીસાગર જિલ્લાના 106 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાણીની આવક થતાં તંત્ર પણ ખડેપગે જોવા મળ્યું છે. પોલીસની મદદથી અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.