દેશભરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. દિલકુશા કોલોનીમાં દીવાલ પડી જતા અનેક લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આર્મી કેન્ટ પાસે દૂર્ઘટના સર્જાતા ઘટના સ્થળે આર્મી જવાનો પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દીધી હતી. યોગી સરકારે મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.
દિવાલ ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ
ઉત્તર પ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે. 30થી વધારે જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. લખનઉ, કાનપુર, પ્રયાગરાજ, અયોધ્યામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દિલકુશા વિસ્તારમાં રાત્રીના 3 વાગ્યાની આસપાસ કાચી દીવાલ ધસી પડવાને દિવાલ નીચે રહેતા મજૂરોના મોત નીપજ્યાં છે. જેને કારણે મોટી દૂર્ઘટના સર્જાઈ છે. ભારે વરસાદને કારણે આ દિવાલ ટૂટી પડતા 9 લોકોના મોત થયા છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
વરસાદને કારણે થાય છે અનેક બનાવ
ઘટનાની જાણ થતા, પોલીસે તેમજ આર્મીના જવાનોએ રેસ્ક્યુ
ઓપરેશન શરૂ કરી લોકોને બચાવવાની કોશિશ કરી હતી. બહાર કઢાયેલા લોકોને હોસ્પિટલ
ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરી દેવાયા હતા. મુખ્યમંત્રી યોગી
આદિત્યનાથે વળતર આપવાની મૃતકોના પરિવારને 4 લાખની તેમજ ઘાયલ લોકોના પરિવારને 2 લાખ આપવાની જાહેરાત કરી છે. સતત વરસાદ પડવાને
કારણે જર્જરિત મકાનો તેમજ દિવાલો ધરાશાઈ થતા અનેક વખત દુ:ખદ પ્રસંગો બનતા રહે છે.