જીપીએસસીની આન્સર કીમાં ગડબડ હોવાને કારણે વિદ્યાર્થીઓને થાય છે નુકસાન, આ મામલે વિદ્યાર્થીઓ કરવાના છે જીપીએસસી ભવન ખાતે રજૂઆત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-20 14:01:31

પરીક્ષામાં છબરડાઓ થતા હોવાના કિસ્સાઓ અવાર-નવાર બનતા રહે છે. સરકારી પરીક્ષાઓમાં પણ અનેક વખત છબરડાઓ થવાની વાત સામાન્ય થઈ ગઈ છે. ત્યારે જીપીએસસી પરીક્ષામાં પણ છબરડા હોવાનું સામે આવ્યું છે. જાન્યુઆરી 2023ના રોજ જીપીએસસીની પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ 18 એપ્રિલના રોજ આવ્યું હતું. 





આન્સર કીમાં જવાબ અલગ અલગ હોવાને કારણે વિદ્યાર્થીઓને થાય છે નુકસાન!

પરિણામ આવે એની પહેલા આન્સર કી અપલોડ કરવામાં આવતી હોય છે. જીપીએસસી પરીક્ષામાં એવા અનેક પ્રશ્નો હતા જેમાં પીએકે એટલે કે પ્રિલિમરી આન્સર કીમાં અલગ જવાબ હોય છે અને ફાઈનલ આન્સર કીમાં અલગ જવાબ હોય છે. આ આન્સર કીના આવ્યા બાદ ફાઈનલ આન્સર કી બહાર પાડવામાં આવે છે. પરંતુ બંને આન્સર કીમાં આપવામાં આવેલા જવાબો જૂદા હોય છે અને અમુક પ્રશ્ન તો એવા પણ હોય છે જે પુસ્તકમાં આપેલી માહિતીથી અલગ હોય છે. બુકમાં જે જવાબ આપવામાં આવતા હોય તે અલગ હોય છે. જેને કારણે વિદ્યાર્થીઓને નુકસાન ભોગવવાનો વારો આવે છે. એનસીઆરટીની પુસ્તકમાં જે જવાબ આપવામાં આવ્યો હોય તે આન્સર કી સાથે મળતો નથી. જેને કારણે વિદ્યાર્થીઓને નુકસાન વેઠવાનો વારો આવે છે. 


વિદ્યાર્થીઓ દ્વારા અનેક વખત કરાઈ છે રજૂઆત! 

આ મામલામાં સુધારા કરવામાં આવે તેવી રજૂઆત અનેક વખત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી પરંતુ કોઈ સુધારા કરવામાં આવ્યા ન હતા. જેને લઈ વિદ્યાર્થીઓને નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે વિદ્યાર્થીઓએ છેલ્લી વખત ડીવાયએસસોમાં પ્રશ્નોના જવાબ સુધારવા માટે રજૂઆત કરી હતી પરંતુ સુધારા કરવામાં નથી આવ્યા. જેને કારણે મેઈન્સની પરીક્ષા પણ વિદ્યાર્થીઓ આપી શકતા નથી. 


વિદ્યાર્થીઓ પ્રૂફ સાથે જીપીએસસી ભવન ખાતે જઈને કરશે રજૂઆત! 

આ મામલાને લઈ વિદ્યાર્થીઓ રજૂઆત કરવા જીપીએસસી ભવન જવાના છે. તમામ પ્રુફ વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે. કયા પ્રશ્નમાં શું લોચા છે તેના પ્રૂફ પણ ભેગા કરવામાં આવ્યા છે. પ્રશ્નોની સાથે સાથે આન્સર કીમાં શું લખવામાં આવ્યું છે અને હકીકતમાં શું જવાબ છે એ પણ બતાવવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં પરીક્ષાઓ ક્યારે વ્યવસ્થિત રીતે કોઈ પણ લોચા વગર લેવાશે તે એક પ્રશ્ન છે. શૈક્ષણિક વિભાગની ભૂલોને કારણે વિદ્યાર્થીઓને સજા ભોગવી પડતી હોય છે. ત્યારે એક પરીક્ષા તો સરકાર વ્યવસ્થિત લે તેવી વિદ્યાર્થીઓ આશા રાખી રહ્યા છે.        



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?