બાઈપરજોય ચક્રવાતને લઈ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદનું જાહેર કરાયું એલર્ટ! જુઓ શું છે વાવાઝોડાને લઈ અપડેટ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-06 17:14:13

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ચક્રવાતને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. આગામી 12 કલાક બાદ વાવાઝોડું સક્રિય થયું છે જેને લઈ તમામ પોર્ટ પર એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. તે સિવાય માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાતમાં જે વાવાઝોડું આવવાની શક્યતા છે તેનું નામ બિપોરજોય પાડવામાં આવ્યું છે 

ગુજરાત પર તોળાઈ રહ્યું છે ચક્રવાતનું સંકટ!

વરસાદનું આગમન દેશમાં ગમે ત્યારે થઈ શકે છે. ચોમાસું અરબ સાગર પહોંચી ગયું છે. તો બીજી તરફ ચક્રવાતનું સંકટ તોળાઈ રહ્યું છે. આગામી દિવસોમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે. જે વાવાઝોડાની વાત કરવામાં આવી છે તેને બાઈપરજોય નામ આપવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા આ ચક્રવાત સક્રિય થઈ રહ્યું છે. આ ચક્રવાતને લઈ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ અસર જોવા મળી શકે છે.  


વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી!

વાવાઝોડાને પગલે 9 અને 10 જૂને વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ જઈ રહી છે. 13 થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયા કિનારે વાવાઝોડું ટકરાઈ શકે છે. 10 જૂન જ્યારે ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થશે.  12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.  ગુજરાતનાં દરિયા કિનારાનાં ગામોને થોડી અસર થવાની સંભાવનાં છે. જેમાં ઉના, વેરાવળ, માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા તેમજ કચ્છનાં નલિયા સહિતનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. 12 જૂનનાં રોજ પાકિસ્તાનમાં વાવાઝોડું ટકરાઈ શકે છે. સમુદ્રમાં  હળવું દબાણ સર્જાતાં ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો છે 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...