કુપોષિત બાળક હોવાને કારણે ડોક્ટરે આપી ગર્ભપાતની સલાહ પરંતુ રાજકોટના દંપત્તિએ રાખ્યો ભુવા પર વિશ્વાસ! દંપત્તિ પાસેથી ભુવાએ પડાવ્યા આટલા લાખ રુપિયા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-27 16:18:38

એક તરફ આપણે વિજ્ઞાનની વાતો કરી રહ્યા છીએ તો બીજી તરફ આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં અંધશ્રદ્ધાને હજી પણ લોકો માનતા હોય છે. ત્યારે રાજકોટથી આવો જ એક અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો અંધશ્રદ્ધાનો તો છે પરંતુ સાથે સાથે આ મામલો છેતરપિંડીનો પણ છે. બાળક સારા આરોગ્ય વાળું હોય તેવી ઝંખના દરેક માતા પિતાને હોય છે. ત્યારે ગર્ભમાં રહેલા ખોડખાપણવાળું બાળક ન થાય તે માટે દંપત્તિએ ભૂવાની મદદ લીધી હતી. ભુવાએ અલગ અલગ વિધી કરવાના બહાને દંપત્તિ પાસેથી 1.30 લાખ પડાવી લીધા હતા. 


અંધશ્રદ્ધામાં દંપત્તિએ રાખી શ્રદ્ધા!   

ધર્મમાં અનેક લોકો માનતા હોય છે પરંતુ ધર્મના નામે જ્યારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળતું હોય છે ત્યારે જે પરિણામો આવતા હોય છે ઘાતક હોય છે. અંધશ્રદ્ધામાં શ્રદ્ધા રાખી અનેક લોકોએ પૈસા ગુમાવ્યા છે તો કોઈકે પરિવારજનોને ગુમાવ્યા છે. અનેક ચોકાવનારા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ત્યારે રાજકોટના કાંગીયાળી ગામમાં રહેતા એક દંપત્તિએ ભૂવાની વાતમાં આવી સવા લાખ રુપિયા ગુમાવ્યા છે. માતા પિતા બનવાની ઝંખના દરેક દંપત્તિને હોય છે.આ ઘટનામાં પણ આવું જ બન્યું.  

ભુવો ધૂણતો તો લોકો પગે લાગતા.

વિધીના નામે ભુવાએ દંપત્તિ પાસે પડાવ્યા 1.30 લાખ રુપિયા!

નવ વર્ષે દંપત્તિના ઘરે પારણું બંધાવાનું હતું. અનેક વર્ષો બાદ મહિલાનો ગર્ભ રહ્યો હતો. હોસ્પિટલમાં ચેક કરાવ્યું ત્યારે ખબર પડી કે બાળકનું ખોડ ખાંપણ વાળું જન્મી શકે છે. ત્યારે આ વાતની માહિતી મળતા દંપત્તિએ ડોક્ટરનો સંપર્ક કરવાની બદલીમાં ભુવાનો સંપર્ક કર્યો હતો. ભુવાએ એક પ્રકારની ગેરંટી આપી કે જો બાળક ખોટ ખાપણ વાળું જનમશે તો પણ તે સારો થઈ જશે. તેમ કહી કહી અલગ અલગ વિધીના નામે ભુવાએ કટકેને કટકે દંપત્તિ પાસે 1.30 લાખ પડાવી લીધા હતા. આ સમગ્ર મામલે ભોગ બનનાર દંપત્તિએ વિજ્ઞાનજાથાનો સંપર્ક કર્યો હતો. 


ડોક્ટરોએ આપી હતી ગર્ભપાત કરાવવાની સલાહ!

મળતી માહિતી અનુસાર દંપત્તિએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં કહેવાયું છે કે તેઓ ડ્રાઈવિંગનું કામ કરે છે. 2013માં તેમના લગ્ન ભારતી સાથે થયા હતા. લગ્નને લાંબો સમય વિતી જતા કોઈ સંતાન ન થવાને કારણે તેમના અને તેમની પત્નીના રિપોર્ટ કરાવ્યા હતા. બધુ નોર્મલ હોવા છતાંય બાળક નહીં રહેતા અલગ અલગ ડોક્ટરની દવાઓ કરી હતી. જે બાદ વર્ષ 2021માં દવા લીધાના થોડા મહિનાઓ બાદ તેમની પત્ની ગર્ભવતી બની હતી. પરંતુ સોનોગ્રાફી કરતા જાણવા મળ્યું કે બાળક ખોડખાપણવાળું હોઈ શકે છે. જેને લઈ ડોક્ટરે ગર્ભપાત કરાવવાની સલાહ આપી હતી. પરંતુ ઘણા વર્ષો બાદ ગર્ભ રહેતા ગર્ભપાત ન કરાવવાનો નિર્ણય લીધો હતો. 


ભુવાના કહેવાથી દંપત્તિએ બદલ્યા ડોક્ટર!

ત્યારબાદ તેમનો સંપર્ક મોહનભાઈ ઉર્ફે મહેન્દ્રભાઈ મુછડિયા સાથે થયો જે ભુવા હતા. તેમણે કહ્યું કે ડોક્ટરની વાતમાં ન પડતા, તમારૂ બાળક સારૂ છે. આ દરમિયાન ભુવાએ જણાવ્યું કે તમારી પત્ની પર કોઈએ મેલું કરી નાખ્યું છે. હું તમને બધુ સરખુ કરી દઈશ તમે ડોક્ટર બદલી નાખો તેવી વાત પણ કરી હતી. રાત્રે નદી કાંઠે વિધિ કરવી પડશે તેમ કહી પૈસા માગ્યા હતા. ભુવાની વાતોમાં આવી દંપત્તિએ ડોક્ટરને પણ બદલી નાખ્યા હતા અને એક બાદ એક વિધી કરવાની શરૂ કરી અને ધીરે ધીરે પૈસા પડાવવાનું ચાલુ રાખ્યું.  દર અઠવાડિયે આ ભુવાને બતાવવા માટે જતા અને દર વખતે જતા 200-500 રુપિયા મૂક્તા હતા. આ દરમિયાન ભૂવાએ ડોક્ટરની દવા બંધ કરાવી હતી. છતાં પત્નીને સાતમો મહિનો હતો ત્યારે હોસ્પિટલમાં બતાવ્યું હતું. 


વિધી કરાયા બાદ પણ ખોડખાપણ વાળા બાળકનો થયો જન્મ! 

હોસ્પિટલમાં બતાવ્યા બાદ ભુવા પાસે પણ ગયા હતા. જ્યાં ભુવાએ કહ્યું કે તેમને મંદિર બનાવવું છે. તમને સારો દીકરો આવશે તમે મને મંદિરના રુપિયા આપો. જેથી મારી પત્નીએ સોનાનો પેંડલ સેટ વેચી દીધો હતો. ઉપરાંત ગોંડલ રોડ પર એક મકાન છે જે મકાન ભાડે આપ્યું છે તે મકાનના મહિને સાડા સાત હજાર રુપિયા ભાડુ આવે છે તે ભેગા થયેલા 50 હજાર રૂપિયા પણ આપ્યા હતા. 16 એપ્રિલ 2022માં પત્નીએ બાળકને જન્મ આપ્યો હતો પરંતુ તે ખોડખાંપણવાળો દીકરા જન્મયો હતો. દીકરાના જન્મ બાદ પણ દીકરો સારો થઈ જશે તેમ કહીને 10 હજાર રૂપિયા લીધા. એ બાદ દીકરો ચાર મહિનાનો થયો ત્યારે પણ વિધીના નામે ભુવાએ 50 હજાર રૂપિયા લીધા હતા. બાળક એક વર્ષનું થયું પરંતુ કોઈ સુધાર નથી થયો.  


આ મામલે દંપત્તિએ કરી પોલીસ ફરિયાદ!

બાળક એક વર્ષનું થયું પરંતુ કોઈ સુધાર ન આવતા દંપત્તિએ ફરી એક વખત ભુવાનો સંપર્ક કર્યો હતો. આ વખતે ભુવાએ કહ્યું કે તારા એક લાખ રુપિયા હું તને આપી દઈશ અને ખોટી વાઈડાઈ ના કરતો નહીંતર હું દાણા જોઈ તને હેરાન કરી નાખીશ. તારા લીધેલા રુપિયા તને મળી જશે. આ મામલે 20 એપ્રિલે વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો. જે બાદ આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.      



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?