દૂધસાગર સાગરદાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી સહિત 15 લોકો દોષિત, મહેસાણાની સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી


  • Published By :
  • Published Date : 2023-07-13 14:27:21

રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મોટો ઝટકો લાગ્યો છે. મહેસાણાની સેશન્સ કોર્ટે દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડ કેસમાં આજે કોર્ટે વિપુલ ચૌધરીને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસમાં વિપુલ ચૌધરી સહિત પૂર્વ નિયામક મંડળના સભ્ય અને પૂર્વ એમ ડી પણ આરોપી હતા, અને તેમને દોષિત જાહેર કર્યા બાદ સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે 15 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. જ્યારે 4 કર્મચારીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે સજા સંભળાવી હોવાથી હવે વિપુલ ચૌધરી આગામી ચૂંટણી નહીં લડી શકે. વિપુલ ચૌધરીને 7 વર્ષની સખત કેદની સજા બાદ આંજણા ચૌધરી સમાજમાં આઘાતની લાગણી જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ કેસમાં ડેરીને નુકસાન પહોંચાડવા મામલે ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સહિત નિયામક મંડળ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી, અને કેસ ચાલી રહ્યો હતો. 


સમગ્ર કૌભાંડ શું છે?


દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સહિત 22 લોકો આ કેસમાં આરોપી છે. 22 આરોપીઓ પૈકી 3ના મૃત્યુ થયા છે. વિપુલ ચૌધરી સહિત  કુલ 15 ને 7 વર્ષની સજા ઉપરાંત 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોઇપણ મંજૂરી વિના આ સાગર દાણ મહારાષ્ટ્રની  મહાનંદા ડેરીને સાગરદાણ 22.50 કરોડનુંમોકલવામાં આવ્યું હતું. જેના કારણે દૂધસાગર ડેરીને રૂપિયા 22.50 કરોડનું નુકસાન થયું હતું. GMMFCની મંજૂરી વિના જ સાગરદાણ મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યું હતું અને સાગર દાણ મોકલવા પાછળનું કારણ મહારાષ્ટ્રમાં દુકાળ હોવાનું જણાવવામાં આવ્યું હતું. જો કે ખરેખર તો તત્કાલિન કૃષિમંત્રી શરદ પવારને ખુશ કરવા માટે સાગરદાણ મોકલાયાનો તેમના પર આરોપ હતો.વર્ષ 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી હતી. સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી. ત્યારે કેસના 15 આરોપીને સજા સાંભળવવામાં આવી છે. 


ચૌધરી સમાજમાં ભારે રોષ 


ચૌધરી સમાજના આગેવાન અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીને કોર્ટે 7 વર્ષની સખત કેદની સજા ફટકારતાસમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિપુલ ચૌધરીનું પંથકના 7 લાખ મતદારો પર સારું એવું પ્રભુત્વ છે. ચૌધરી સમાજના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં નિર્ણાયક મતદારો છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાટણમાં રાધનપુર ખેરાલુ, મહેસાણા વિસનગર વિજાપુર બેઠક પર અસર કરી શકે છે. તે વિસ્તારમાં ચૌધરી સમાજના અંદાજે 7,00,000 જેટલા મતદારો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?