દુબઈમાં ભારતીયોએ 2022માં રૂ.35 હજાર કરોડના મકાનો ખરીદ્યા, દુબઈનું આકર્ષણ શા માટે?


  • Published By :
  • Published Date : 2023-02-05 20:23:29

ભારતીયોને દુબઈનું ગજબનું આકર્ષણ છે, ટુરિઝમ હબ તરીકે વિખ્યાત ડાઉનટાઉન દુબઈમાં અનેક મોલ, સ્કાયસ્ક્રેપર્સ અને બુર્જ ખલીફા છે. પહેલા ભારતીયો પર્યટન માટે દુબઈ જતા હતા પણ હવે તો મોટી સંખ્યામાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. ગત વર્ષે એટલે કે 2022માં ભારતીયોએ દુબઈમાં 16 બિલિયન દિરહમ (35,500 કરોડ રૂપિયા)ની પ્રોપર્ટી ખરીદી છે. ગત વર્ષે જે લોકોએ ઘર ખરીદ્યા તે 40 ટકા લોકોમાં દિલ્હી-એનસીઆર, અમદાવાદ, સુરત, હૈદરાબાદ, અને પંજાબથી આવે છે. 


શા માટે ભારતીયો દુબઈમાં પ્રોપર્ટી ખરીદે છે?


દૂબઈમાં સૌથી વધુ પ્રોપર્ટી ખરીદદારોમાં મલ્ટીનેશનલ કંપનીઓના સિનિયર એક્ઝિક્યુટીવ છે. કોવિડ બાદ પ્રોપર્ટીના ભાવમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. તે ઉપરાંત દુબઈમાં દુનિયા સાથે કનેક્ટિવિટી સારી છે. તેથી લોકો સરળતાથી લંડન, ન્યુયોર્ક કે અન્ય શહેરોમાં પર્યટન કરી શકે છે. તે ઉપરાંત વર્લ્ડ ક્લાસ સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દુનિયાભરના લોકોને આકર્ષિત કરે છે. દુબઈમાં અનેક ઈન્ટરનેશનલ સ્કૂલ છે. આ બધા કારણોથી ભારતીયોને દુબઈ ખુબ જ પસંદ આવી રહ્યું છે.


દુબઈમાં મકાનો કેટલા મોંઘા?


દુબઈમાં કુલ રિયલ્ટી સેલ્સમાં ભારતીયોની ભાગીદારી 15-20 ટકા છે. ભારતીયો દુબઈમાં જે ઘર ખરીદે છે તેની કિંમત 1.6 મિલિયન દિરહમ  (3.6 કરોડથી 3.8 કરોડ રૂપિયા) છે. આ પ્રોપર્ટીઝનું મહિનાનું ભાડું 3 લાખ રૂપિયાથી 3.5 લાખ રૂપિયા સુધીનું છે. દુબઈમાં પ્રોપર્ટીઝના ભાડાની થતો નફો 4% થી 5% જેટલો રહે છે. 


દુબઈને ગોલ્ડન વિઝા પ્રોગ્રામથી લાભ


UAE એ ગોલ્ડન વિઝા પ્રોગ્રામને 2022 માં 2022 સુધી લંબાવ્યો હતો. નિષ્ણાતોના મતે આનાથી દુબઈના રિયલ્ટી સેક્ટરને વધુ પ્રોત્સાહન મળ્યું છે. આ પ્રોગ્રામ દ્વારા, વિદેશી પ્રતિભાઓને UAEમાં રહેવા, કામ કરવાની અથવા અભ્યાસ કરવાની તક મળે છે અને કેટલાક વિશેષ લાભો પણ મળે છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?