સોશિયલ મીડિયા પર ડીએસપી સંતોષ પટેલે શેર કરી ઈમોશનલ પોસ્ટ, વર્ષો પછી વર્દી પહેરી માતાને મળવા પહોંચ્યા પોતાના ગામ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-03 17:31:51

પોતાના બાળકને સફળ થતા જોવું દરેક માતા-પિતાનું સપનું હોય છે. ઘણી મહેનત કરી માતા પિતા બાળકોને મોટા કરતા હોય છે પરંતુ જ્યારે બાળક કોઈ સિદ્ધિ અથવા તો પદ પ્રાપ્ત કરે છે ત્યારે સૌથી વધારે ખુશ કોઈ થયું હોય તો તે તેના માતા પિતા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જે અનેક લોકોને સ્પર્શી ગયો છે. ગ્વાલિયામાં ફરજ બજાવતા ડીએસપી સંતોષ પટેલે એક વીડિયો શેર કર્યો જેમાં યુનિફોર્મ પહેરી અનેક વર્ષો બાદ પહેલી વખત તે પોતાના ગામ પન્ના પોતાની માતાને મળવા પહોંચ્યા હતા.


સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ઈમોશનલ પોસ્ટ 

ફેસબુક પર ડીએસપીએ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓ જ્યારે તેમની માતાને મળવા ગયા ત્યારે તેમની માતા ખેતરમાં પશુઓ માટે ચારો કાપી રહી હતી. માતા પાસે જઈ પોતાની શૈલીમાં વાતચીત કરી રહ્યા છે. પુત્રએ માતાને પૂછ્યું કે આ બધું શું કામ કરે છે. શું કમી છે. પુત્રના આ પ્રશ્ન પર માતાએ જવાબ આપ્યો હતો. દીકરો માતા માટે ગમે તેટલો મોટો બને પરંતુ માતા-પિતા માટે હંમેશા નાનો રહેશે. માતા પોતાના પુત્ર માટે કંઈકને કંઈક વિચારતી જ રહે છે. 


માતાના ચહેરા પર દેખાઈ અલગ ચમક  

માતા જ્યારે બાળકને લડે તો તેમાં માની મમતા છલકાતી હોય છે. વીડિયો પોસ્ટ કરતા તેમણે લખ્યું કે મારી માતા ક્યારેક તેને મોંથી ઠપકો આપતી, ક્યારેક તેને લાકડીથી મારતી હતી, ક્યારેક તેને લીંબુના ઝાડ સાથે બાંધતી હતી. અભણ હતી પરંતુ તેને અભ્યાસના વાતાવરણમાં બાંધીને રાખતી હતી. જમીન, મિલકત અને નેતા ધારાસભ્ય તમામ સરકારી નોકરીની સામે નિષ્ફળ જાય છે. જો કોઈને સખત મહેનતનું કોચિંગ લેવું હોયતો તે મારી અમ્મા પાસે અમૃત આશિષ લઈ શકે છે. સાંભળો કદાચ તેમને સારૂ લાગશે કારણ કે દરેક માતા બાળકો માટે કંઈકને કંઈક રાખવા માગે છે. આ કેપ્શન લખી ડીએસપી સંતોષ પટેલે માતા સાથેના સંવાદનો વીડિયો શેર કર્યો હતો. માતા પણ પુત્રને ચાર વર્ષ બાદ મળી રહી હતી. એ પણ ડીએસપીની વર્ધીમાં. યુનિફોર્મમાં પોતાના પુત્રને આટલા લાંબા બાદ મળવાનો આનંદ માતાના ચહેરા પર છલકાઈ રહ્યો હતો. વાયરલ થયેલા વીડિયોએ લોકોનું દિલ જીતી લીધું હતું.    




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?