અમદાવાદના નરોડામાં નશામાં ધૂત યુવકે બે બહેનોને ઢોર માર માર્યો, ગંભીર રીતે ઘાયલ સગીરા ICUમાં સારવાર હેઠળ


  • Published By :
  • Published Date : 2023-10-05 20:07:23

અમદાવાદા શહેરમાં ગુનાખોરી ચિંતાજનક રીતે વધી રહી છે, ધોળા દિવસે યુવતીઓની છેડતી અને તેમની સાથે મારઝૂડના કિસ્સા સામે આવી રહ્યા છે. અમદાવાદના નરોડા ગેલેક્સી વિસ્તારમાં એક્ટિવા પર જતી બે બહેનોને નશામાં ધૂત યુવકે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. 17 વર્ષીય સગીરા એક્ટીવા પરથી પડી જતા તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનામાં એક્ટિવાને ધક્કો મારી બંને બહેનોને નીચે પાડી મૂઢ માર માર્યો હતો. તેમજ એક યુવતીને ઢસેડી ઢસેડીને માર મારવાની વિગતો સામે આવી છે. સરદારનગર વિસ્તારમાં બનેલી આ ઘટના ખૂબ જ ચોંકાવનારી ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા બંને આરોપીને પોલીસે પકડી લીધા છે આ સમગ્ર મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી તથા માર મારવા સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.




શું છે સમગ્ર મામલો?


નરોડા ગેલેક્સી પાસે આવેલી એક સોસાયટીમાં રહેતી 28 વર્ષીય યુવતી પોતાના પરિવાર સાથે રહે છે. તેણે સરદાર નગર પોલીસ સ્ટેશનમાં હિતેશ રાવલ સામે એટ્રોસિટી તથા મારામારી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે, તે એક્ટિવા પર નોકરીએથી ઘરે પરત આવી રહી હતી તે સમયે 17 વર્ષીય નાની બહેનને પણ પાછળ બેસાડી હતી. જે બાદ સોસાયટી નજીક બંને બહેનો એક્ટિવા લઈ પહોંચી હતી. જ્યાં એક યુવક રોડની વચ્ચોવચ્ચ ચાલી રહ્યો હતો. જેથી ફરિયાદીએ હોર્ન વગાડતા આ યુવકે ઉશ્કેરાઈને છૂટ્ટી બોટલ મારતા એક્ટિવા પર પાછળ બેઠેલી નાની બહેનને વાગી હતી. જે બાદ આરોપીએ ત્યાં દોડી જઈ એક્ટિવા પર સવાર બંને બહેનોને નીચે પાડી મૂઢ માર મારવા લાગ્યો હતો. યુવતીએ મદદ માટે બૂમાબૂમ કરતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા અને બંને બહેનોને બચાવી હતી. જો કે તે યુવતીની નાની બહેન ગંભીર રીતે ઘાયલ થતાં તેને હાલ  આઇસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હુમલો કરનાર યુવક ફરિયાદીની નજીક આવેલી એક સોસાયટીમાં રહે છે અને તેની ઓળખ હિતેશ રાવલ તરીકે થઈ છે, આ આરોપીએ નશાની હાલતમાં હુમલો કર્યો હોવાની વાત બહાર આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?