થોડા સમય પહેલા ગુજરાતમાંથી બહુ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. ગાંધીધામમાં ગુજરાત પોલીસ દ્વારા ડ્ર્ગ્સ મામલે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. ગાંધીધામમાં અંદાજિત 80 કિલોથી પણ વધુ ડ્રગ્સ ઝડપાયું હતું. આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પહેલી વખત પકડાયો હતો. ત્યારે આજે ફરી એક વખત ડ્રગ્સનો જથ્થો અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમ વિભાગ દ્વારા પકડવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સનું લિક્વિડ ફોર્મ બનાવીને પુસ્તકના પેજ ઉપર પલાળીને સૂકવી દેવામાં આવ્યું હતું,
પુસ્તકના પેજ ઉપર પલાળીને ડ્રગ્સને કરાતું હતું સપ્લાય!
એક સમય આપણે કહેતા હતા ઉડતા પંજાબ.. પરંતુ ટૂંક સમય જો આપણે ઉડતા ગુજરાત સાંભળીએ તો નવાઈ નહીં. કારણ કે ગુજરાતમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા 800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું ત્યારે આજે ફરી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. ડ્રગ્સની હેરફેર થઈ જાય અને કોઈને શક પણ ન જાય તે માટે ખૂબ બુદ્ધિ વાપરવામાં આવી છે. ડ્રગ્સની સપ્લાય કરવા માટે પહેલા ડ્રગ્સને લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કર્યા. તે ડ્રગ્સને પુસ્તકના પેજ ઉપર પલાળીને સૂકવી દેવામાં આવ્યું હતું.
40 લાખથી વધુનો મળી આવ્યો ડ્રગ્સનો જથ્થો
ગુજરાતના યુવાધન પર આની ગંભીર અસર પડે તે પહેલા જ આ ડ્રગ્સને પકડી પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશન અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 40 લાખથી વધારેનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. સમગ્ર કૌભાંડમાં ડ્રગ્સને એક કુરિયર કંપની દ્વારા ટ્રાન્સફર કરાતું હતું. આ ડ્રગ્સને રમકડા અને પુસ્તકોમાં સપ્લાય કરવામા આવતું હતું. એવી પણ માહિતી સામે છે કે કેનેડા સાથે આનો સંબંધ છે કે નહીં તે અંગે તપાસ થઈ રહી છે. ડ્રગ્સ માફિયાઓ માટે જાણે ગુજરાત હોટ ફેવરિટ સ્પોટ બન્યું હોય તેમ મેફેડ્રોન ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં કેટલું ડ્રગ્સ સપ્લાય થતું હશે તે આની પરથી જાણી શકાય છે!
ગુજરાતમાંથી અવાર-નવાર મળી આવતા ડ્રગ્સના પેકેટ એ વાતને સાબિત કરે છે કે ગુજરાતમાં ડ્રગ્સનો મોટો કારોબાર ચાલી રહ્યું છે. રાજ્યમાં અનેક ડ્રગ્સ માફિયાઓ હશે તે અંગે તપાસ થવી જોઈએ, અમદાવાદ ડ્રગ્સ માફિયાનું હબ બન્યું હોય તેવું લાગે છે. આ કૌભાંડ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતું હોય તેવું પણ અનુમાન છે. સંયુક્ત ઓપરેશનમાં 2.31 લાખનુ કોકેઇન અને 46 લાખની કિંમતના 5.97 કિલો કેનાબીજ ડ્રગ્સને કબ્જે કર્યું છે.