રાજ્યમાં નશાકારક દ્રવ્યોની તસ્કરીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યના તમામ મોટા શહેરોમાં ડ્રગ્સ માફિયા સક્રિય છે અને નશાકારક પદાર્થોનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. ડ્રગ્સનો જથ્થો પણ અવારનવાર પકડાય છે પણ હકીકત એ પણ છે કે જેટલું ડ્રગ્સ ઝડપાય છે તેનાથી અનેક ગણા ડ્રગ્સનું વેચાણ પણ થઈ રહ્યું છે. આજે બનાસકાંઠાના જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો.
મહિલા પાસેથી મળ્યું 4.5 કરોડનું ડ્રગ્સ
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી એક ખાનગી બસમાંથી પોલીસે ડ્રગ્સનો ઝથ્થો ઝડપી પાડ્યો છે. સ્થાનિક એલસીબી અને એસઓજીને બાતમી મળી હતી અને જેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી મુજબની બસ ચેકપોસ્ટ પર આવતા જ તેમાં તલાશી લેતા એક મહિલા પાસેથી ડ્રગ્સનો આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે તે મહિલાની મહિલાની અટકાયત કરીને અમીરગઢ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે તે મહિલાની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે તે જાણવા માટે તપાસ શરૂ કરી છે કે 4 કરોડ 50 લાખ રુપિયાની કિંમતનુ આ ડ્રગ્સ ક્યાં પહોંચાડવાનું હતું.