સુરતમાં ઝડપાયું 1.65 કરોડની કિંમતનું 1.71 કિલો MD ડ્રગ્સ, રાજસ્થાની યુવકની ધરપકડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 12:15:49

ગુજરાતમાં ડ્રગ્સની તસ્કરીના રેકેટ અવારનવાર પકડાતા રહે છે, રાજ્યમાં ડ્ર્ગ્સનો મોટો કારોબાર ચાલતો હોય તેવું તાજેતરમાં ઝડપાયેલા ડ્ર્ગ્સના જથ્થા પરથી જણાય છે. સુરત શહેરના સારોલી વિસ્તારમાંથી પોલીસે કરોડોની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. સારોલી પોલીસે 1 કરોડ 65 લાખની કિંમતના 1.71 કિલો MD ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવક અજમલને ઝડપી પાડ્યો છે. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.


ડ્રગ્સ તસ્કરની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા


ડ્રગ્સની તસ્કર રાજસ્થાની યુવક અજમલની પૂછપરછમાં સામે આવ્યું છે કે, પકડાયેલા ડ્રગ્સ માફીયાનું નામ અફઝલ ઉર્ફે ગુરૂ સુબ્રરત અલી સૈયદ(31)(રહે, પ્રતાપનગર, અજમેર, રાજસ્થાન) છે અને તે ડ્રાઇવીંગનું કામ કરે છે. વધુમાં તે એમડી ડ્રગ્સ મુંબઈના નાલાસોપારા ખાતેથી બલ્લુ નામના ડ્રગ્સ માફીયા પાસેથી લઈ આવ્યો હતો. ડ્રગ્સ માફીયા લકઝરી બસમાં મુંબઈથી એમડી ડ્રગ્સ લઈ સુરત સપ્લાય કરવા આવ્યો હતો.


વધુ તપાસ ક્રાઇમબ્રાંચ કરશે


પોલીસની પૂછપરછમાં અજમલે આ અગાઉ ત્રણથી ચાર વખત MD ડ્રગ્સની ડિલિવરી કર્યાનું પણ સ્વીકાર્યું છે. હાલ સારોલી પોલીસે પૂછપરછ કરીને વધુ તપાસ માટે તેને ક્રાઇમબ્રાંચને સોંપી દીધો છે. ક્રાઈમ બ્રાંચે અફઝલ આ ડ્રગ્સ કોને સપ્લાય કરવાનો હતો તે જાણવા ચક્રો ગતિમાન કર્યા છે.


હર્ષ સંઘવીએ કર્યું હતું પોલીસ સ્ટેશનનું લોકાર્પણ


અત્રે ઉલ્લેખનિય છે કે સુરતમાં ગત 25 સપ્ટેમ્બરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સારોલી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સારોલી પોલીસ સ્ટેશન શરૂ થયા ને પહેલો કેસ ડ્રગ્સનો નોંધાયો છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?