બોક્સ ઓફિસમાં અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ 2 બમ્પર કમાણી કરી રહી છે. 18 નવેમ્બરના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મે પ્રથમ વિકેન્ડ પર ધૂમ કમાણી કરી છે. કમાણીનો આંકડો 60 કરોડને પાર પહોંચી ગયો છે. ફિલ્મે પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર અંદાજીત 15 કરોડની કમાણી કરી લીધી હતી. ફિલ્મની સારી શરૂઆત થતા એવી આશા લગાવવામાં આવી રહી હતી કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે અને ફિલ્મ સારી કમાણી પણ કરી રહી છે.
બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે દ્રશ્યમ 2
7 વર્ષ બાદ ફરીથી સલગાંવકર પરિવાર બોક્સ ઓફિસ પર પાછો આવ્યો છે. આ ફિલ્મની જો વાત કરીએ તો આ ફિલ્મમાં જૂના કેસને રિ-ઓપન કરવામાં આવ્યો છે. જૂની કહાનીને નવા ટ્વિસ્ટ સાથે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મમાં અજય દેવગણ, શ્રિયા સરન, તબ્બુ સહિતના અનેક કલાકારોનો સમાવેશ થયો છે. જ્યારથી દ્રશ્યમ રિલીઝ થઈ હતી ત્યારથી લોકો ફિલ્મના બીજા ભાગની રાહ જોતા હતા. 7 વર્ષ બાદ આ ફિલ્મનો બીજો ભાગ બોક્સ ઓફિસ પર આવ્યો છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
અનેક ફિલ્મો કરી રહી છે બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન
દ્રશ્યમ 2 સિવાય અમિતાભ બચ્ચનની ફિલ્મ ઉંચાઈને પણ દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મની કમાણી પણ સતત વધી રહી છે. આ ફિલ્મે અંદાજીત 23.88 કરોડ જેટલી કમાણી કરી લીધી છે. ઉપરાંત કાંતારા પણ સારી કમાણી કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાને 52 દિવસ થઈ ગયા છે પરંતુ હજી પણ આ કમાણી વધી શકી છે. આ ફિલ્મે 303 કરોડની કમાણી હજી સુધીમાં કરી લીધી છે અને આ આંકડો હજી વધી શકે છે.
![](https://img.youtube.com/vi/ndjvkIrdpIY/maxresdefault.jpg)