ગુજરાતના નશાકારક દ્રવ્યોની તસ્કરી ચિંતાજનક રીતે વધી રહી છે, રાજ્યમાં અવારનવાર માદક પદોર્થોનો જથ્થો પકડાયો રહે છે. ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓની જાળ એટલી વ્યાપક રીતે ફેલાયેલી છે કે પોલીસ માટે પણ તેને ભેદવી મુશ્કેલ બની રહી છે. રાજ્યમાં જેટલો ડ્ર્ગ્સનો જથ્થો ઝડપાય છે તેનાથી વધુ તો તેની તસ્કરી અને વેચાણ થઈ રહ્યું છે. DRIએ વાપી જીઆઈડીસીમાં રેડ પાડીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
DRIની મોટી કાર્યવાહી
DRIની ટીમે બાતમીના આધારે વાપી જીઆઇડીસીમાં દરોડો પાડ્યો હતો. DRIની ટીમે પ્રાઇમ પોલીમર્સ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. DRIએ કંપની માંથી 121 કિલોથી વધુ મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સ ઝડપ્યું હતું. આ MD ડ્રગ્સની બજાર કિંમત 180 કરોડથી વધારે છે. DRIની ટીમને એક આરોપીના ત્યાંથી 18 લાખ રોકડા પણ મળ્યા છે.