Ahmedabad ડો.વૈશાલી જોશી આત્મહત્યા કેસ : દીકરીને ન્યાય અપાવવા બ્રહ્મ સમાજ મેદાને, પોલીસ કમિશ્નરને લખ્યો પત્ર અને તટસ્થ તપાસની કરી માગ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-16 13:18:02

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો.વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. પીઆઈ ખાચર પરણીત હોવા છતાંય ડો.વૈશાલી જોશીને પહેલા પ્રેમમાં ફસાવી અને પછી તેની સાથે વિશ્વાસઘાત કર્યો. પ્રેમમાં મળેલી નિષ્ફળતાને તે પચાવી શકી નહીં અને તેણે આત્મહત્યા કરી લીધી. આ ઘટના બની ત્યારથી પીઆઈ ખાચર ફરાર છે અને ઘણો સમય વિત્યો પરંતુ પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી ન હતી. પરંતુ મોડે મોડે તો પણ પીઆઈ ખાચર વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. ત્યારે સમાજની દીકરીને ન્યાય મળે તે માટે આખું સમાજ આગળ આવ્યું છે. ન માત્ર વૈશાલીને ન્યાય મળે પરંતુ આવી દુર્ઘટનાઓ રોકાય તે માટે થઈ સમાજના આગેવાનોએ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો છે.  

સમાજના લોકો દીકરીને ન્યાય અપાવવા માટે આવ્યા મેદાને!

પ્રેમમાં નિષ્ફળતા મળ્યા બાદ અનેક લોકો આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. પહેલા પ્રેમ જાળમાં ફસાવે છે અને પછી તેમના દિલને તોડી નાખે છે. દીકરીઓની સંવેદનાઓ અને તેમની લાગણી સાથે રમત રમે છે અને જ્યારે પ્રેમ સંબંધથી દિલ ભરાઈ જાય ત્યારે પ્રેમ સંબંધને તોડી નાખે છે અને પછી એક બીજાથી અલગ થઈ જાય છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો,વૈશાલી જોશીએ પોતાનું જીવન ટૂંકાવ્યું તે કિસ્સામાં પણ આવું જ હતું. પરણીત હોવા છતાં પીઆઈ ખાચરે ડો. વૈશાલીને પ્રેમ જાળમાં ફસાવી. ડો. વૈશાલી જોશીએ તો આત્મહત્યા કરી મોતને વ્હાલું કરી લીધું પરંતુ આવું પગલું કોઈ બીજું ના લે માટે બ્રહ્મસમાજના આગેવાનો મેદાનમાં આવ્યા છે.  



પોલીસ કમિશ્નરને લખ્યો પત્ર અને વિનંતી કરી કે... 

જે પત્ર બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા લખવામાં આવ્યો છે તેમાં અનેક વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડો. વૈશાલી જોશીના પિતા આ દુનિયામાં નથી, નથી તો વૈશાલીને કોઈ ભાઈ, માત્ર એક બહેન છે અને તેમની માતા છે. બહેન પણ અહીંયા નથી રહેતી. પીઆઈ ખાચરને આ બધી વસ્તુઓની જાણ હોવા છતાંય પીઆઈએ ડો.વૈશાલી સાથે સંબંધ રાખ્યો, અને પછી તે પ્રેમને તોડી દીધો. પ્રેમમાં કોઈનું દિલ તોડવું તો ગુન્હો જ છે પરંતુ જ્યારે આવું કૃત્ય કોઈ પોલીસવાળા કરે છે તો તે અસ્વીકાર્ય છે. જે પત્ર સમાજના આગેવાનો દ્વારા લખવામાં આવ્યા છે તેમાં ઉલ્લેખ કર્યો છે કે -        


ન્યાયની ઝંખના ખાલી અમારી દીકરી માટે નથી...  

ડૉ.વૈશાલી બ્રહ્મ સમાજની દિકરી હોવાના નાતે અમે એના માટે ન્યાયની અપેક્ષા કરી રહ્યા છીએ, પણ સાથે એ વાત પર ધ્યાન દોરવા માંગીશું કે આ ઘટના માટે ન્યાયની ઝંખના ખાલી અમારી દિકરી માટે નથી, આવી અનેક દિકરીઓ દરરોજ પોતાનું જીવન ટુંકાવે છે કેમ કે એ પીઆઈ ખાચર જેવા કોઈ ફ્રોડમાં પોતાનો પ્રેમ શોધી બેસે છે, આવા લોકો દીકરીના સંવેદનશીલ માનસથી પરિચિત હોવા છતા પણ એની લાગણીઓ સાથે રમત રમે છે અને મોતના મોંમા ધકેલે છે, આવા લોકોને ખબર હોય છે કે છોકરીને છેતરવાનું પરિણામ શું આવી શકે તો પણ એ સતત એની સાથે રમત રમે છે. તમે સમાજના પ્રહરી છો, તમે અમારી આ લડાઈ અને લાગણીને સમાજના દરેક હિસ્સા સુધી પહોંચાડો અને દરેક દિકરી, દિકરીના માતા-પિતા જાગૃત થાય, આવા પુરૂષો પણ સ્થિતિની ગંભીરતા સમજે અને આવી દુર્ઘટનાઓ રોકાય એના માટે તમારી મદદની અપેક્ષા છે. 



પોલીસની કામગીરી પર પણ ઉઠ્યા અનેક સવાલ! 

એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમે અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજની મહિલાઓ માત્ર એટલી અપેક્ષા રાખીએ છીએ કે નિષ્પક્ષભાવે પોલીસ તપાસ કરે, અને એ સંદેશો સમાજમાં બેસાડે કે પ્રેમના નામે કોઈની પણ સાથે થતા ગેરવ્યવહારો અને અંતે આવતા આવા ભયાનક પરિણામો સામે લડવા માટે પોલીસ નિષ્પક્ષતાથી કાર્ય કરી રહી છે. અહીં આરોપી પોલીસનો કર્મચારી હોવાના નાતે સમાજના લોકો પણ શંકાની દ્રષ્ટીથી જોઈ રહ્યા છે કે આટલા સમય સુધી પોલીસ ડિપાર્ટમેન્ટ જ એ વ્યક્તિને બચાવવામાં લાગેલો નહીં હોયને? સમાજ જીવનમાં કોઈ પણ યુવા આ રીતે દુષ્પ્રેરણાથી ખોટું પગલું ના લે એના માટે જાગૃતિની દિશામાં અમે ચોક્કસ કામ કરીશું,આપની પાસેથી નિષ્પક્ષ તપાસ અને ડૉ.વૈશાલીના માધ્યમથી દિકરી માત્રને ન્યાયની અપેક્ષા છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?