અમરેલી જિલ્લામાં રેતી ચોરી મોટી સમસ્યા બની છે, રેતી માફિયાઓ નિચિંત બનીને રેતી ચોરી કરતા રહે છે. તેમની ધાક એવી છે કે સ્થાનિક લોકો પણ હરફ ઉચ્ચારી શકતા નથી. જો કે ભાજપના મોટા ગજાના સ્થાનિક નેતા ડોક્ટર ભરત કાનાબારે હિંમત કરીને ખુલ્લેઆમ ચાલતા આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમરેલી જિલ્લામાં રાજુલાના ભાક્ષી ગામે પાસે ચાલી રહેલા ખનન મામલે તેમણે PM મોદીને ટેગ કરીને ટવીટ કરતા ખળભળાંટ મચી ગયો છે.
અમરેલી-જિલ્લામાં રેતી ચોરીનું સૌથી મોટું કૌભાંડ !રાજુલાના ભાક્ષી ગામ નજીક નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરવા માટે પાણીમાં મુકાયેલ 4 મોટી બોટ + 1 હિટાચી મશીન જપ્ત.
સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા !!@narendramodi pic.twitter.com/xKxCBIiWjb
— Dr. Bharat Kanabar (@KANABARDr) February 14, 2023
ડો. ભરત કાનાબારે શું ટ્વીટ કર્યું?
અમરેલી-જિલ્લામાં રેતી ચોરીનું સૌથી મોટું કૌભાંડ !રાજુલાના ભાક્ષી ગામ નજીક નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરવા માટે પાણીમાં મુકાયેલ 4 મોટી બોટ + 1 હિટાચી મશીન જપ્ત.
સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા !!@narendramodi pic.twitter.com/xKxCBIiWjb
અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી નેતા ડો. ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે. આ ટ્વિટમાં ભરત કાનાબારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે. તેમણે કહ્યું કે, અમરેલી-જિલ્લામાં રેતી ચોરીનું સૌથી મોટું કૌભાંડ ! રાજુલાના ભાક્ષી ગામ નજીક નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરવા માટે પાણીમાં મુકાયેલ 4 મોટી બોટ + 1 હિટાચી મશીન જપ્ત. તેમણે તે ઉપરાંત તેમણે તે પણ લખ્યું છે કે, સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોક પ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા!.
રાજકારણ ગરમાયું
ડો. ભરત કાનાબારે તેમના ટ્વીટમાં કોઈનું નામ લીધા વિના ગંભીર આક્ષેપો પણ ટ્વિટ મારફતે કર્યા છે. તેમણે ટ્વીટમાં સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિનો ઉલ્લેખ કરી તેમના દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાનો પણ આરોપ લગાવ્યો છે. આ એક માત્ર ટ્વિટથી સ્થાનિક અને ગાંધીનગરનું રાજકારણ ગરમાયું છે.
મામલતદારે રેતી ચોરીનું રેકેટ પકડ્યું
રાજુલા તાલુકામાં આવેલા ભાક્ષી ગામ નજીક રેતી ચોરી થઈ રહી છે. તેની બાતમી મળતા મામલતદાર સંદીપ સિંહ જાદવ મોડી રાતે અલગ અલગ ટીમો બનાવી ભાક્ષી ગામ પહોંચ્યા હતા. બાદમાં તેમણે 1 હિટાચી મશીન અને 4 બોટ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે. હજારો લાખો ટન રેતી ચોરી કર્યાનું મામલતદારની તપાસમાં ખુલ્યું છે. આ રીતે મામલતદારે જિલ્લાનું સૌથી મોટું રેતી ચોરીનું રેકેટ પકડ્યું હતું.