વેરાવળના ડો.અતુલ ચગ આત્મહત્યા કેસમાં અંતે સાંસદ રાજેશ ચુડાસમા અને પિતા સામે FIR નોંધાઈ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-15 22:08:39

વેરાવળના નામાંકિત ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યા કેસમાં વેરાવળ પોલીસ સીટી પોલીસે આખરે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે FIR નોંધી છે. સાંસદ રાજેશ ચુડાસમા તથા તેમના પિતા નારણ ચુડાસમા સામે પણ FIR દાખલ કરવામાં આવી છે. વેરાવળ પોલીસ સીટી પોલીસ સ્ટેશનમાં કલમ 174 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેરાવળ પોલીસ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધતી ન હતી. પોલીસ ફરિયાદ ન લેતા ડૉક્ટર અતુલ ચગનો પુત્ર હિતાર્થ હાઈકોર્ટ પહોંચ્યો હતો અને કંટેમ્ટ અરજી દાખલ કરી હતી.


12 ફેબ્રૂઆરીના રોજ ડૉ.ચગે કરી હતી આત્મહત્યા


સૌરાષ્ટ્રના નામાંકિત ડૉક્ટર અને ગરીબોના મસીહા તરીકે ઓળખાતા  લોહાણા સમાજના તબીબ ડો.અતુલ ચગે પોતાના ક્લિનીકમાં જ 12 ફેબ્રૂઆરીના દિવસે પંખે લટકી ગળેફાંસો ખાધો હતો. ડૉ.ચગે આપઘાત કરી લેતા વેરાવળ સહિત સમગ્ર સૌરાષ્ટમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળએ દોડી આવી હતી.


સુસાઈડ નોટમાં થયો હતો ઘટસ્ફોટ

 

ડો.અતુલ ચગની આત્મહત્યા બાદ હોસ્પિટલ પર રાજકીય અને સામાજિક આગેવાનો અને તબીબોનો જમાવડો થયો હતો. તબીબે ગળેફાંસો ખાતા પહેલા લખેલી એક લાઇનની સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે ‘હું નારણભાઇ તથા રાજેશભાઇ ચુડાસમાના કારણે આત્મહત્યા કરું છું’ તેમ લખી અને નીચે સહી કરી હતી. ડો. અતુલ ચગ પાસેથી સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાએ 1.75 કરોડ રૂપિયા લઈને પરત ન આપ્યા હોવાનો ખુલાસો થયો હતો. 


હાઈકોર્ટે ઉધડો લીધો હતો


ડૉ.ચગના પુત્ર હિતાર્થની અરજી પર  18 એપ્રિલના દિવસે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ડૉ.ચગના આપઘાત કેસ અંગે હાઈકોર્ટમાં 2 કલાકથી વધુ દલીલ ચાલી હતી. હાઈકોર્ટમાં ચાલેલી સુનાવણીમાં PI સિવાયના અન્ય પક્ષકારોએ જવાબ રજૂ ન કરવા અને ખાનગી વકીલ ન રોકવા પર અરજદારે વાંધો ઉઠાવ્યો હતો. અરજદારના વકીલે જણાવ્યુ હતુ કે, 12 ફેબ્રૂઆરીના દિવસે આ ઘટના બની હતી અને આજ દિવસે ડૉ.ચગે નામ લખેલી ચિઠ્ઠી પણ મળી આવી હતી. 17 ફેબ્રૂઆરીના દિવસે ડૉ.ચગના પુત્ર હિતાર્થે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી , તેમ છતાં પોલીસ તપાસ ચાલુ જ હોવાની વાત કરી રહી છે અને FIR નોંધતી નથી.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...