વેરાવળના ડૉ. અતુલ ચગ આત્મહત્યા કેસમાં BJP સાંસદ રાજેશ ચુડાસમા સામે FIR નોંધાઈ


  • Published By :
  • Published Date : 2023-02-19 12:35:16

વેરાવળ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવી દેનારા ડૉ. અતુલ ચગની આત્મહત્યા કેસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. જેમ  કે  ડૉ. અતુલ ચગના પુત્રએ સાંસદ રાજેશ ચુડાસમા અને સાંસદના પિતા નારણભાઈ ચુડાસમા સામે FIR નોંધાવી છે. ડૉ. અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પંથકમાં હડકંપ મચી ગયો છે.


જાનથી મારી નાંખવાની ધમકી


વેરાવળ સીટી પોલીસ સ્ટેશન પહોંચેલા હિતાર્થ ચગે ડૉ. ચગની આત્મહત્યા પાછળ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા જવાબદાર હોવાના આરોપ સાથે લગાવ્યો હતો અને તેમના વિરૂદ્ધ FIR પણ નોંધાવી છે. નારણભાઈ ચુડાસમાએ ડૉ. અતુલ ચગ પાસેથી બેથી અઢી કરોડ રૂપિયા ઉછીના લીધા બાદ પરત ન આપ્યાનો પણ આરોપ લગાવાયો છે. એટલું જ નહીં ઉછીના લીધેલા રૂપિયા સામે નારણભાઈએ આપેલા ચેક પણ પરત ફર્યા હોવાના પણ આરોપ લગાવ્યો છે. વળી જ્યારે ડૉ. અતુલ ચગે રૂપિયાની ઉઘરાણી કરતા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ તેમને જાનથી મારી નાંખવાની અને પુત્રના અપહરણની ધમકી આપી હતી. 


ડૉ. ચગની સ્યુસાઈડ નોટ સાચી


ડૉ. અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગના જણાવ્યા પ્રમાણે ડૉ. અતુલ ચગે આત્મહત્યા સમયે લખેલી સ્યુસાઈડ નોટ સાચી છે, તેમજ તે અક્ષર પણ ડૉકટર અતુલ ચગના જ છે. સાત પાનાની આ અરજી વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એટલે કે 17 ફેબ્રુઆરીના સાંજના સમયે લગભગ 7 વાગ્યે થઈ હતી. 


સાંસદની ધરપકડ કરો-લોહાણા સમાજ 


આ સાથે જ સમગ્ર લોહાણા સમાજના પ્રમુખે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યાં છે. તેમનું કહેવું છે કે ફરિયાદ આપ્યાંને કલાકો વિતી ગયા છે, ગંભીર ઘટના છે છતાં પોલીસ ફરિયાદ નથી નોંધતી તે આશ્ચર્યની વાત છે. સમગ્ર લોહાણા સમાજ વતી આરોપીની ધરપકડ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.


મામલો શું હતો?


ડૉ. અતુલ ચગે વેરાવળના ખુબ જ પ્રતિષ્ઠિત તબીબ હતા. તેમણે 12 ફેબ્રૂઆરીએ આત્મહત્યા કરી લીધી હતી. ડૉ.ચગના મૃતદેહ પાસેથી તેમણે લખેલી એક સ્યુસાઈટ નોટ પણ પોલીસને મળી હતી. આ ચીઠ્ઠીમાં નારણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના નામ લખવામાં આવ્યા હતા. જેમાં ડૉ.ચગે લખ્યું હતુ કે, "હું નારાણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના કારણે આપઘાત કરું છું". આ ચીઠ્ઠી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે, આ મામલે હજું સુધી સાંસદ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી નથી. આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે