આઝાદીના 76 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં બાબા સાહેબની પ્રતિમા કરાઈ સ્થાપિત, CJIએ કહીં આ મોટી વાત


  • Published By :
  • Published Date : 2023-11-27 14:06:11

બંધારણ દિવસે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સુપ્રીમ કોર્ટ પરિસરમાં બાબાસાહેબ ભીમ રાવ આંબેડકરની કાંસાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આઝાદીના 76 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટ પરિસરમાં ભારતીય બંધારણના ઘડવૈયા ભીમરાવ આબેંડકરની પ્રતિમા સ્થાપિત કરવાની પહેલ વર્તમાન ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રચૂડે કરી હતી. 7 ફિટ ઉંચી પંચધાતુની આ પ્રતિમામાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકર એક વકીલના પોશાકમાં ગાઉન અને બેંડ પહરેલા છે. તેમના હાથમાં બંધારણની પ્રતિમા છે, તેને ભારતીય શિલ્પકાર નરેશ કુમાવતે તૈયાર  કરી છે. આ પ્રસંગે મુખ્ય ન્યાયાધીશે કરેલા પ્રાસંગિક પ્રવચનમાં ડો. ભીમરાવ આંબેડકરની પ્રસંશા કરી હતી. ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, ડૉ. ભીમરાવ આંબેડકર માત્ર દલિત સમુદાયના નેતા નથી, પરંતુ તેમના પર સમગ્ર દેશનો અધિકાર છે. 26 નવેમ્બરે બંધારણ દિવસના અવસરે સુપ્રીમ કોર્ટમાં આયોજિત કાર્યક્રમને સંબોધતા CJIએ કહ્યું કે, ડૉ. આંબેડકરે જે રીતે સામાજિક ન્યાય માટે લોકોને સંગઠિત કરવા માટે અથાક પ્રયાસો કર્યા તે અનન્ય છે.


ડો. આંબેડકર સમગ્ર રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે


ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રચૂડે વધુમાં કહ્યું કે, ‘ડૉ. આંબેડકર દરેકના છે. તેઓ (માત્ર) અસ્પૃશ્યોના નેતા નથી, તેઓ સમગ્ર રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જે રીતે સામાજિક ન્યાય માટે લોકોને એક કરવાનો પ્રયાસ કર્યો…સામાજિક ન્યાય માત્ર હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સુધી સીમિત નથી…’મુખ્ય પ્રવાહ સાથે ઓળખવા અને તેમાં સુધારો કરવાના ડો. આંબેડરના પ્રયાસોને હાઇલાઇટ કરતા CJIએ કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટમાં આંબેડકરની પ્રતિમા સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ પ્રત્યેની મક્કમ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.’ CJIએ કહ્યું કે, “તેઓ (ડૉ. આંબેડકરે) પોતાને મુખ્ય પ્રવાહના ભાગ તરીકે ઓળખ્યા અને તેને સુધારવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રતિમા સ્વતંત્રતા અને ભાઈચારાની સાથે સમાનતાની કાયમી ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે." જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, આવી પ્રતિમાની સ્થાપના એ વિચારનું વિસ્તરણ છે કે, કોર્ટમાં જવાનો અધિકાર એ બંધારણનું “હૃદય અને આત્મા” છે. આ સાથે તેમણે કહ્યું કે, “તેથી જ્યારે આપણે આજે કહીએ છીએ કે, અમે બંધારણને અપનાવવાનો આદર કરીએ છીએ, સૌ પ્રથમ અને અગ્રણી, અમે એ હકીકતનો આદર કરીએ છીએ કે, બંધારણ ‘અસ્તિત્વમાં છે’, અને બંધારણ ‘કાર્ય કરે છે’.


ન્યાયતંત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું


ન્યાયતંત્રમાં મહિલાઓની ભાગીદારી અંગે વાત કરતાં મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે, બાર અને જિલ્લા ન્યાયતંત્રમાં મર્યાદિત પ્રતિભા હોવાથી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ઓછું છે. CJIએ કહ્યું કે, તાજેતરના સમયમાં જિલ્લા ન્યાયતંત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે. નવી ભરતીઓમાં 60-80 ટકા મહિલાઓ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?