હજી સુધી અમદાવાદના રસ્તાઓ પર એએમટીએસ બસ તેમજ બીઆરટીએસ બસો દોડતી હતી. આ બસની સુવિધાઓ ઉપલબ્ધ હતી પરંતુ આજથી અમદાવાદના રૂટ પર ડબલ ડેકર એસી બસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ડબલ ડેકર એસી બસની સુવિધાનો પ્રારંભ આજથી થઈ ગયો છે. 33 વર્ષ બાદ ફરી એક વખત અમદાવાદના રસ્તા પર ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ દોડશે. અમદાવાદ શહેરના મેયર સહિતના પદાધિકારીઓની હાજરીમાં બસને ફેલગ ઓફ કરવામાં આવી હતી. અત્યાધુનિક ટેક્નોલોજીથી આ બસ સજ્જ છે. વિવિધ સુવિધાઓ આ બસમાં મૂકવામાં આવી છે.
આ રૂટ પર હમણાં દોડશે ડબલ ડેકર બસ!
ગાંધીનગરમાં થોડા સમય પહેલા જ્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમયે લંડનથી 5 જેટલી બસોને લાવવામાં આવી હતી. સમિટ વખતે ડબલ ડેકર બસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ત્યારે આવી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા પર દોડશે. સાત રૂટ પર આ બસ દોડશે તેવી માહિતી સામે આવી છે પરંતુ હમણાં એક રૂટ પર જ બસને દોડાવવામાં આવશે. વાસણા- ચાંદખેડા વચ્ચે દોડાવવાનો નિર્ણય હાલ પૂરતો લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ બસ કયા રૂટ પર દોડશે તે અંગેની માહિતી આપવામાં આવશે. 6 બસ કયા રૂટ પર દોડશે તે આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે અને તેની જાહેરાત કરવામાં આવશે.
30 વર્ષ પહેલા દોડતી હતી ડબલ ડેકર બસ
મહત્વનું છે અનેક દાયકાઓ પહેલા આવી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા પર દોડતી હતી. પરંતુ સમય જતા આ સેવાને બંધ કરી દેવામાં આવી હતી. બાળકો જ્યારે આવી બસમાં સફર કરતા હતા ત્યારે તેમનો આનંદ અનેરો હતો. અનેક લોકો આ બસમાં મુસાફરી કરી ચૂક્યા છે જે તે સમયે ત્યારે ફરીથી આવી મુસાફરી કરવાનો લ્હાવો અમદાવાદમાં મળી રહ્યો છે.
શું છે બસની ખાસિયત?
આ બસમાં અનેક સુવિધાઓ આપવામાં આવી છે. પહેલી વાત તો એ કે આ બસ એસી બસ છે. બીજી વાત એ કે આ ઈલેક્ટ્રિક બસ અને આ બસમાં યુએસબી ચાર્જિંગ છે. એવી માહિતી સામે આવી છે કે એક વખત ફૂલ ચાર્જ થયા બાદ આ બસ 250 કિમી ચાલી શકે. અને બસને ચાર્જ કરવામાં 3 કલાક જેટલો સમય લાગશે. મહત્વનું છે કે ડબલ ડેકર બસમાં બેઠેલા લોકો જ્યારે આ બસને જોશે ત્યારે તેમની યાદો તાજી થઈ જશે. એવી માહિતી સામે આવી છે કે એપ્રિલ -મહિના સુધીમાં 10થી 15 એસી બસ વધુ આવી જશે.