સમગ્ર વિશ્વ હાલમાં ખુબ મોટી મોટી ઉથલપાથલમાંથી પસાર થઇ રહ્યું છે. એક તરફ આપણા પાડોશી દેશ મ્યાનમારમાં ભુકંપથી મૃત્યઆંક ૨૦૦૦ સુધી પહોંચી ચુક્યો છે. તો આ તરફ ડોનાલ્ડ ટ્રમ્પએ હવે રશિયાને ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન યુદ્ધને લઇને પીસ ડીલ માટે તૈયાર ના થયું તો રશિયન ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે. આપણા પાડોશી દેશ બાંગ્લાદેશની વચગાળાના સરકારના વડા મોહંમદ યુનુસ જયારે ચાઈના ગયા ત્યારે ભારત પર ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે .
ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ફરી એકવાર પાછા ફર્યા છે ત્યારથી જ સમગ્ર દુનિયામાં તેમના નિર્ણયોને લઇને ફફડાટ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પએ રવિવારના રોજ ફરી એકવાર ચીમકી ઉચ્ચારી છે કે , જો રશિયાએ યુક્રેન યુદ્ધને લઇને શાંતિવાર્તા કરવામાં નીરસતા દેખાડી તો રશિયાના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . ફેબ્રુઆરી ૨૦૨૨માં જ્યારથી રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી રશિયાના ક્રૂડ ઓઇલની નિકાસ ભારત દ્વારા મોટા પાયે કરવામાં આવી છે. એવું કહો કે , ભારત રશિયન અર્થતંત્રનું મહત્વનું સ્તંભ બનીને ઉભર્યું છે . તો રશિયા આપણને ડિસ્કાઉન્ટ પર આ ક્રૂડ ઓઇલ આપે છે. આ માર્ચ મહિનામાં આપણે ૧.૮૫ મિલિયન બેરલ પર ડે જેટલું રશિયન ક્રૂડ આયાત કર્યું છે . તો આ તરફ પશ્ચિમ એશિયાના બીજા દેશો ઇરાક , સાઉદી અરેબિયા પાછળ ધકેલાઈ ચુક્યા છે. વાત કરીએ કે જો અમેરિકા રશિયન ક્રૂડ ઓઇલ પર પ્રતિબંધ લગાડે છે તો , ભારતે પછી પશ્ચિમ એશિયાના બીજા દેશો તરફ નજર દોડાવી પડશે . દાખલા તરીકે આવા જ પ્રતિબંધો અમેરિકાએ ઈરાન પર લગાડ્યા હતા તો ભારતે ઈરાન પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરવું પડ્યું છે. પરંતુ રશિયા પર આ સેકન્ડરી ટેરિફ રશિયન ઓઇલ પર લગાડવામાં આવે તો , ભારતે રશિયન ઓઇલ માટે ૨૫ થી ૫૦ ટકા સુધી વધુ ભાવ ચૂકવવો પડે. માટે ભારતને ડિસકાઆઉન્ટ પર મળતું ઓઇલ બંધ થઇ જાય જયારે આપણા ત્યાં મોંઘવારીમાં હજુ વધારો થઇ શકે છે.
આપણો પાડોશી દેશ બાંગ્લાદેશ તેની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ હાલમાં ચાઈનાની ચાર દિવસની મુલાકાતે હતા . પરંતુ ચાઈનામાં ભારતના ઉત્તર પૂર્વીય હિસ્સાને લઇને ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમનું આ નિવેદન સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યું છે . મોહમ્મદ યુનુસે કહ્યું છે કે , " ભારતનો પૂર્વીય હિસ્સો કે જેને સેવન સિસ્ટર્સનો પ્રદેશ કહેવાય છે , તે એક લેન્ડલોક દેશ , લેન્ડલોક ભાગ છે . તેમની પાસે દરિયાઈ કાંઠે પહોંચવાનો કોઈ પણ રસ્તો નથી. અમે જ ભારતના આ પૂર્વીય હિસ્સાના રક્ષક છીએ . અહીં ખુબ જ સંભવનાઓ રહેલી છે . ભારતનો આ ભાગ ચાઈનાના અર્થતંત્રનો ભાગ બની શકે છે. " વાત કરીએ ભારતનો ઉત્તર પૂર્વીય ભાગની તો તે સેવન સિસ્ટર સ્ટેટ્સથી બનેલો છે. જેમાં સિક્કિમ , આસામ , અરુણાચલ પ્રદેશ , નાગાલેન્ડ , મણિપુર , મિઝોરમ અને ત્રિપુરનો સમાવેશ થાય છે. ભારતનો આ ભાગ ચિકન નેક કોરિડોર એટલેકે , સિલીગુરી કોરિડોર થકી જોડાયેલો છે. બાંગલાદેશની થોડાક સમયથી પાકિસ્તાન અને ચાઈના સાથે નિકટતા વધી રહી છે. આ અઠવાડિયાના અંતે મોહમદ યુનુસ બિમસ્ટેકમાં ભાગ લેવા થાઈલેન્ડ જવાના છે .
વાત કરીએ પશ્ચિમ એશિયાની તો ત્યાં હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તંગદિલીમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ધમકી આપી હતી કે જો ઈરાન અમેરિકા સાથે નુક્લીયર ડીલને લઇને વાત કરવા તૈયાર નઈ થાય તો અમે તેની પર એર સ્ટ્રાઇક્સ કરીશું . સામે હવે ઇરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ અલી ખામેઇનીએ અમેરિકાને વળતો જવાબ આપતા કહ્યું છે , " અમેરિકા અને ઇઝરાયેલ હંમેશાથી ઇરાનના દુશ્મન રહ્યા છે. અમારી પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવો હાલમાં શક્ય નથી . અને જો અમેરિકાએ આવી જ કોઈ પણ પહેલ કરી તો અમે પણ ચૂપ નઈ બેસીએ." ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાને લઇને હાલમાં મેક્સિમમ પ્રેશરની પોલિસી અપનાવી છે.
પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ઓક્ટોબર ૨૦૨૩થી ખુબ જ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. જોકે ત્યાં પણ શાંતિ કરારો માટેનો વાર્તાલાપ અટકેલો છે. ઇઝરાયલની માંગ છે કે , હમાસ તેમના બાકીના બંધકો પાછા આપે સાથે જ રફાહ જંકશનને ખાલી કરવામાં આવે . ત્યાં ગમે ત્યારે ઇઝરાયેલી આર્મી દ્વારા ઓપરેશન થઇ શકે છે . આપને જણાવી દયિકે આ રફાહ જંક્શન ગાઝા અને ઈજીપ્ત વચ્ચે આવેલો છે.
આપણો પાડોશી દેશ મ્યાનમાર જ્યાં થોડાલ સમય પેહલા ૭.૭ની તિવ્રત્તાનો ખુબ જ ભયંકર ભૂકંપ આવ્યો હતો ત્યાં તંત્ર દ્વારા બચાવ કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. લોકોને ઇમારતોના કાટમાળમાંથી બહાર કઢાઈ રહ્યા છે . ભારતે ત્યાં બચાવ કામગીરી માટે ઓપરેશન બ્રહ્મા મોકલ્યું છે. જોકે હવે આ ભૂકંપથી મૃત્યુનો આંક ૨૦૦૦ સુધી પહોંચી ચુક્યો છે.
તો આંતરરાષ્ટ્રીય સમાચારો માટે જોતા રહો જમાવટ