નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગનાઈઝેશન)ના વડા માર્ક રૂટ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા વહાઈટ હોઉસ પહોંચ્યા હતા . બેઉ નેતાઓએ વિવિધ મુદ્દાને લઇને વ્યાપક ચર્ચા હાથ ધરી હતી . આ ચર્ચા પછી પ્રેસ કોન્ફ્રન્સને સંબોધન કરતા ડોનાલ્ડ ટ્રમ્પએ સ્પષ્ટ કરી દીધું કે , નાટો સંગઠન ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવા અમને મદદ કરે. તો આજે આપણે સમજીશું કે , કેમ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડને લઇને ખુબ જ રસ ધરાવે છે. નાટો દુનિયાનું સૌથી તાકાતવર લશ્કરી સંગઠન જેના વડા છે માર્ક રૂટ . તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા વહાઈટ હાઉસ પહોંચ્યા હતા . બેઉ નેતાઓ વચ્ચે રશિયા - યુક્રેન વોર થી લઇને યુરોપ સુધી અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી . આ પછી બેઉ નેતાઓએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું છે . જેમાં એક પત્રકારે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ પૂછ્યો કે , આપની ગ્રીનલેન્ડને લઇને ભવિષ્યની શું યોજના છે? આ સવાલનો જવાબ આપતા ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે , " ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે. ગ્રીનલેન્ડ આંતરરાષ્ટ્રીય સુરક્ષાના એંગલથી ખુબ મહત્વનું છે . ઘણા ખેલાડીઓ ગ્રીનલેન્ડના કાંઠે આંટાફેરા મારી રહ્યા છે . આને લઇને આપણે ઘણું સાવચેત થવાની જરૂરત છે. નાટો સંગઠન અમેરિકાને મદદ કરી શકે છે." અહીં ડોનાલ્ડ ટ્રમ્પ ચાઈના અને રશિયાનો ગર્ભિત રીતે ઉલ્લેખ કરી રહ્યા છે .
આ પછી માર્ક રૂટે જવાબ આપતા કહ્યું કે , " આર્કટિકમાં ખરેખર સમસ્યા છે . ગ્રીનલેન્ડએ યુએસમાં જોડાવું જોઈએ કે નહિ આ પ્રશ્નમાં હું નાટોને બહાર રાખીશ . પણ આર્ક્ટિકમાં ટ્રમ્પની ચિંતા બરાબર છે . ચાઈનીઝ અને રશિયાની ગ્રીનલેન્ડના કાંઠાના માર્ગો પર ચહલપહલ વધી રહી છે . આપણે જાણીએ છીએ કે આપણી પાસે આઈસ બ્રેકર નથી . રશિયા સિવાયના આર્કટિક દેશો અમેરિકાના નેતૃત્વમાં આર્ક્ટિકના જળમાર્ગોને સુરક્ષિત કરવાના કામ કરી રહ્યા છે . સંજોગો હવે બદલાઈ રહ્યા છે. " આમ યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નાટો દેશોની મદદથીજ નાટોના જ સભ્ય ગ્રીનલૅન્ડનું અમેરિકામાં વિલીનીકરણ કરવા માંગે છે .
અમેરિકાએ ભૂતકાળમાં ઘણા પ્રદેશો બીજા દેશો પાસેથી ખરીદેલા છે . જેમ કે ૧૮૦૩માં લૂઝીયાનાને ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવ્યું હતું . આ પછી ૧૮૬૭માં અલાસ્કાને રશિયા પાસેથી ખરીદવામાં આવ્યું . ૧૮૯૮માં યુએસએ હવાઈ ટાપુઓને ત્યાંની રાજાશાહીને ઉખાડીને વિલીનીકરણ કર્યું હતું . આ જ વર્ષે પ્યોરટું રિકોનું વિલીનીકરણ કર્યું . ૧૯૧૭ માં બ્રિટિશ વર્જિન ટાપુઓને ડેનમાર્ક પાસેથી ખરીદવામાં આવ્યા . આ પેહલીવાર નથી યુએસએ ગ્રીનલેન્ડને ખરીદવા માંગે છે . આ પેહલા ૧૯૪૬માં ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ હેરી ટ્રુમેનએ ગ્રીનલેન્ડને ડેનમાર્ક પાસેથી ખરીદવા પહેલ કરી હતી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા .
અમેરિકા એક મહાસત્તા છે તેના લીધે વિશ્વના લગભગ બધા જ ભાગોમાં તેના નેવલ અને એરબેઝ આવેલા છે . અમેરિકાનું પિત્તુફિક નામનું એરબેઝ જે સૌથી ઉત્તરમાં આવેલું છે તે ગ્રીનલેન્ડમાં છે . ક્લાઈમેટ ચેન્જની સમસ્યાના લીધે ઉત્તર ધ્રુવનો બરફ ઓગળી રહ્યો છે . તેના લીધે ગ્રીનલેન્ડને લઇને નવી શિપિંગ લાઇન્સ એટલેકે જળમાર્ગો ખુલી રહ્યા છે . આ પ્રદેશમાં રેર અર્થ મટીરીઅલ્સને લઇને અમેરિકાને ગ્રીનલેન્ડમાં રસ પડ્યો છે આ ઉપરાંત ચાઈનીઝ અને રશિયન જહાજો ગ્રીન લેન્ડના કાંઠે આંટાફેરા મારી રહ્યા છે માટે યુએસ ચિંતિત છે.