એલોન મસ્કે જ્યારથી ટ્વિટરની કમાન પોતાના હાથમાં સંભાળી છે ત્યારથી ટ્વિટરમાં અનેક ફેરફાર કર્યા છે. ત્યારે એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટરને રિ-એક્ટિવ કરવાની જાહેરાત કરી છે. જાન્યુઆરી 2021થી ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ પ્રતિબંધિત હતું. ત્યારે એલોન મસ્કે પોલ કરી યુર્ઝર્સની આ અંગે રાય લીધી હતી. પોલમાં ભાગ લેનારામાંથી 51.8 ટકા એકાઉન્ટ ફરી એક્ટિવ કરવાના તરફેણમાં મતદાન આપ્યું હતું જ્યારે 48.2 ટકા યુઝર્સે પુન સ્થાપિત ન કરવાના પક્ષમાં મતદાન આપ્યું હતું.
2021થી ટ્રમ્પના એકાઉન્ટ પર મૂકાયો હતો પ્રતિબંધ
2021માં યુએસમાં રમખાણ થયા હતા. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને અમુક અંશે જવાબદાર માનવામાં આવ્યા હતા. જેને કારણે ટ્વિટરના જૂના માલિકે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ એલોન મસ્કે જાહેરાત કરી હતી કે ટૂંક સમય બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ પુન:સ્થાપિત કરવામાં આવશે.
ટ્રમ્પનું એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવશે - મસ્ક
એલોન મસ્કે 19 નવેમ્બરના રોજ ટ્વિટર પર એક પોલ મૂક્યો હતો. અંદાજીત 1,50,85,458 લોકોએ પોલમાં ભાગ લીધો હતો. આ પોલ ડોનાલ્ડ ટ્રમ્પનું અકાઉન્ટ રિ-એક્ટિવેટ કરવું કે નહીં તે અંગે પૂછવામાં આવ્યું હતું. આ પોલમાં ભાગ લેનારામાંથી 51.8 ટકા અકાઉન્ટ ફરી અકાઉન્ટએ ક્ટિવ કરવાના તરફેણમાં વોટ આપ્યો હતો જ્યારે 48.2 ટકા યુઝર્સે પુન સ્થાપિત ન કરવાના પક્ષમાં મતદાન આપ્યું હતું.