દુનિયાભરમાં આજકાલ જો કોઈ શબ્દ સૌથી વધારે ચર્ચામાં છે તો તે "ટેરિફ" છે . આ શબ્દ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ખુબ જ પ્રિય શબ્દ છે. વિશ્વભરના અર્થતંત્ર ડામાડોળ થવાની સ્થિતિમાં પહોંચી ચુક્યા છે. એક અંદાજ પ્રમાણે વિશ્વભરના રોકાણકારોના ડોનાલ્ડ ટ્રમ્પએ ૧૩૦૦ લાખ કરોડ ડૂબાડયા છે . તો બીજી તરફ યુરોપના નાનકડા દેશ લક્ઝમ્બર્ગમાં યુરોપીઅન કમિશનના નાણાં મંત્રીઓની મિટિંગ યોજાઈ હતી . વાત કરીએ કેનેડાની તો કેનેડાના સત્તાધારી પક્ષ લિબરલ પાર્ટીના માર્ક કારની શરૂઆતના સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટહાઉસમાં આવ્યા ત્યારથી અમેરિકાને ફરી એકવાર મહાન બનાવવાની વાત કરી રહ્યા છે. પરંતુ હવે સ્થિતિ એવી બની છે કે ઊંટ કાઢતા બકરું પેઠું હોય તેવો ઘાટ સર્જાયો છે. અમેરિકાએ ૬૦ દેશો પર ટેરિફ લગાવીને ૫૨ લાખ કરોડ બચાવવાના ચક્કરમાં ડોનાલ્ડ ટ્રમ્પએ વિશ્વભરના રોકાણકારોના ૧૩૦૦ લાખ કરોડ ડૂબાડયા છે. હવે જાણીએ કેમ આ સ્થિતિ સર્જાઈ . અમેરિકાએ તેના ખાસ બિઝનેસ પાર્ટનર પર જેમ કે ભારત , ચીન , દક્ષિણ કોરિયા , જાપાન પર ટેરિફ લગાવી દીધા છે. તો આ બાજુ હવે કેનેડા અને ચાઈનાએ કાઉન્ટર ટેરિફ લગાડ્યા છે. બીજું અમેરિકામાં ભયકંર મંદીની સંભાવના વધી ગઈ છે . જેમ કે , ૧૯૩૦માં સમુત્ત - હોઉલે એક્ટ થકી અમેરિકામાં ભયંકર મંદી આવી હતી .
વાત કરીએ યુરોપની તો , યુરોપના એક નાનકડા દેશ લક્ષમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ દેશોના નાણાંમંત્રીઓની મિટિંગ યોજાઈ હતી . જેમાં અમેરિકા પર ઝીરો ટુ ઝીરો ટેરિફ લગાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચર્ચા કરવાનો સંકેત આપ્યો છે. આ મિટિંગમાં ચર્ચા એ પણ થઇ કે યુરોપીઅન યુનિયન અમેરિકાની ટેક જાયન્ટ કંપની ગુગલ , એપલ , અમેઝોન પર ટેક્સ નાખી શકે છે. યુરોપીઅન કમિશનના ૨૭ દેશો આ અગાઉ અમેરિકાએ સ્ટીલ , એલ્યૂમિનિયમ અને કાર પર ૨૫ ટકા જયારે બુધવારથી ૨૦ ટકા રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યા છે . હમણાં થોડા સમય પેહલા ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ માણસ ઈલોન મસ્કે યુરોપ અને અમેરિકા વચ્ચે ફ્રી ટ્રેડ ઝોનની વાત કરી હતી પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પના ટોપ ટ્રેડ એડ્વાઇઝર પીટર નેવરોએ આ આખી વાતને રદિયો આપ્યો છે. જોકે એક વાત ચોક્કસ છે કે , આ અઠવાડિયાના અંતથી યુરોપીઅન યુનિયન અમેરિકા પર ૨૮ બિલિયન ડોલરનો કાઉન્ટર ટેરિફ અમેરિકા પર લાદવા જઈ રહ્યું છે.
વાત કરીએ કેનેડાની તો , કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શનશ છે. આમ તો સત્તાધારી લિબરલ પાર્ટી ૨૦૧૫થી સત્તામાં છે . ૨૦૧૫થી માર્ચ ૨૦૨૫ સુધી જસ્ટિન ટુડરો સત્તામાં રહ્યા . પરંતુ હવે લિબરલ પાર્ટીએ માર્ક કારનીને વડાપ્રધાન પદે બેસાડ્યા છે. આ લિબરલ પાર્ટીની સ્પર્ધક છે કન્ઝર્વેટિવ પાર્ટી અને તેના નેતા છે પિયરે પોલીવર . આપને જેમ અગાઉ જણાવ્યું તેમ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ચૂંટણીઓ છે. ત્યાં ન્યૂઝ એજન્સીઓ દ્વારા વિવિધ સર્વેય થતા હોય છે. આવો જ એક સર્વે જયારે જાન્યુઆરી ૨૦૨૫માં થયો ત્યારે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોલીવર આગળ હતા પરંતુ હવે લિબરલ પાર્ટીના માર્ક કારની હમણાં થયેલા સર્વેમાં પોલીવર કરતા આગળ ચાલી રહ્યા છે. તેનું એક કારણ એવું બહાર આવ્યું છે કે , કેનેડાના લોકો માની રહ્યાં છે કે , અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરનો સામનો કરવા માર્ક કારની વધુ સક્ષમ નેતા છે. ટેરિફવોરથી કેનેડામાં રાષ્ટ્રવાદ વધ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર કેનેડાને અમેરિકાનું ૫૧મુ રાજ્ય બનાવવાની વાત કરી ચુક્યા છે .
વાત કરીએ કેનેડાની તો કેનેડામાં ભારતની જેમ જ સંસદીય ચૂંટણીની પ્રણાલી છે. ત્યાં આખા દેશમાં ૩૪૨ રાઇડિંગ્સ એટલેકે બેઠકો હોય છે. ત્યાંના સાંસદોની ચૂંટણી ફર્સ્ટ પાસ્ટ દ પોસ્ટ સિસ્ટમ થકી થાય છે . કેનેડાની સંસદનું ઉપલું ગૃહ સેનેટ કહેવાય છે જયારે નીચલું ગૃહ હાઉસ ઓફ કોમન્સ કહેવાય છે . હાઉસ ઓફ કોમન્સમાં જે પાર્ટીની બેઠકો વધારે હોય તે પાર્ટીનો વડાપ્રધાન બને છે. કેનેડામાં ૧૮ વર્ષની ઉમરથી તમે મતદાન કરી શકો છો સાથે જ ૧૮ એ ઓછામાં ઓછી ઉમર છે ચૂંટણીઓમાં ઉભા રેહવાની .