વૈશ્વિક શાંતિની દિશામાં ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્વનું પગલું .


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-08 19:28:28

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના યુ - ટર્ન માટે જાણીતા છે . હવે તેમની પ્લેટફોર્મ X પર એક નવી ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે રશિયા પર નવા આર્થિક પ્રતિબંધો લગાવવાની વાત કરી છે. આ ટ્વીટમાં બને દેશો રશિયા અને યુક્રેનને સંવાદ અને સમાધાનના મંચ પર આવવાની તેમણે અપીલ કરી છે ,  જે રશિયા - યુક્રેન યુદ્ધ માટે શાંતિની દિશામાં ખુબ મહત્વપૂર્ણ પગલું મનાય છે  . તો આ તરફ યુરોપિઅન દેશોમાં એકતાનો અભાવ જોવા મળી રહ્યો છે કેમ કે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની યુક્રેનને અલગથી સૈન્ય સહાય આપવા પર સહેમત નથી .

તો આવો જાણીએ વૈશ્વિક રાજનીતિના બદલાતા સમીકરણો વિશે.

કોઈ પણ યુદ્ધ હોય કે પછી કોઈ સરહદી વિવાદ એ હંમેશા  દ્વિપક્ષીય સંવાદ કે પછી બહુપક્ષીય સંવાદથી જ તેનો  ઉકેલ આવતો હોય છે . ઉદાહરણ તરીકે , બીજા વિશ્વયુદ્ધ પછીની શાંતિ વાર્તા હોય કે પછી ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ પછીનું સિમલાનું શિખર સંમેલન હોય.

હાલમાં પૂર્વીય યુરોપમાં રશિયા - યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધ માટે શાંતિ ઈચ્છે છે . પરંતુ જે રીતે આજ થી અઠવાડિયા પેહલા તેમણે રશિયા સાથે એક તરફી પહેલ કરીને આ યુદ્ધનો નિવેડો લાવવાની પહેલ કરી તેનાથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ થયી ગયું હતું. જે રીતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ , યુક્રેનિઅન રાષ્ટ્રપતિ ઝેલનેસકી વચ્ચે પ્રેસવાર્તા દરમ્યાન ઉગ્ર બોલાચાલી થઇ તેની નોંધ સમગ્ર દુનિયાએ લીધી .

પરંતુ હવે જગતજમાદાર અમેરિકાને બહુપક્ષીય સંવાદની કિંમત થયી હોય તેવું લાગી રહ્યું છે . કેમ કે રશિયા સાથે યુક્રેનને સાઈડ લાઈન કરી શાંતિ વાર્તા વિશે વાત કરવી તે અન્યાયપૂર્ણ ગણાશે .

હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પ્લેટફોર્મ X પર એક મહત્વની ટ્વીટ કરી છે . જેમાં તેમણે કહ્યું છે કે , હકીકતોના આધારે જોઈએ તો રશિયા યુક્રેનને યુદ્ધભૂમિમાં બઉ જ ફટકા મારી રહ્યું છે . હું રશિયા પર મોટા પાયે બેંકિંગ પ્રતિબંધો, અન્ય પ્રતિબંધો અને ટેરિફ લાદવાનો વિચાર કરી રહ્યો છું જ્યાં સુધી યુદ્ધવિરામ અને શાંતિ પર અંતિમ સમાધાન ન થાય. રશિયા અને યુક્રેન માટે, ખૂબ મોડું થાય તે પહેલાં, હમણાં જ ટેબલ પર આવવાની ટ્રમ્પએ બેઉ દેશોને આ ટ્વીટમાં ગુહાર પણ લગાવી છે .

અમેરિકા અને યુરોપે અગાઉથી જ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવેલા છે . દાખલા તરીકે , રશિયાને  આંતરરાષ્ટ્રીય પેયમેન્ટ સિસ્ટમ SWIFT માંથી બરતરફ કરવામાં આવ્યું છે તેનાથી VISA અને માસ્ટરકાર્ડ એ રશિયામાં ના ચાલી શકે .

હવે યુએસ રશિયન બેંકો પર પ્રતિબંધો લગાવવાની તૈયારીમાં છે . તો બીજી તરફ અમેરિકાએ યુક્રેનને મળતી તમામ

 લશ્કરી સહાય અટકાવી દીધી છે .

આમ યુએસ રશિયા અને યુક્રેનને શાંતિ વાર્તા શરુ કરવા માટે દબાણ કરી રહ્યું છે જે વૈશ્વિક શાંતિની દિશામાં ખુબ  મહત્વનું પગલું છે .

વાત કરીએ યુરોપની તો યુરોપિઅન દેશોમાં એકતાનો અભાવ જોવા મળી રહ્યો છે , કેમ કે ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે , યુક્રેન યુદ્ધ લડવા માટે યુરોપિઅન દેશોએ પોતાની સેના અલગથી મોકલવી જરૂરી નથી . 

આમ તેમણે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ સાથે આ રીતે અલગથી માત્ર યુરોયીયન દેશોની  સેના મોકલવાના વિચાર પર અસેહમતી દર્શાવી છે .

સાથે જ ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ યુક્રેનને NATO સિકયોરિટી કવર આપવાની વાત કરી છે પણ યુક્રેનને NATO નું સભ્યપદ આપવાની તો સ્પષ્ટ ના જ કહી છે .

યુરોપિઅન યુનિયનના સભ્ય દેશોમાં આ રીતે અસેહમતીઓ બહાર આવી રહી છે , વાત કરીએ ઇટાલીની તો તે સ્પષ્ટરીતે સમગ્ર યુરોપ અને અમેરિકા વચ્ચે સંવાદનો એક બ્રિજ એટલેકે એક પુલ બનવા માંગે છે .

તો હવે જોવાનું એ છે કે , રશિયા - યુક્રેન યુદ્ધને લઇને કઈ રીતે એક રસ્તો નીકળે છે .

અમે તમને આ વિષય પર સતત અપડેટ આપતા રહીશું .




ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?