ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ટૂંકાગાળાના એટલકે , કામચલાઉ નિર્ણયો માટે જાણીતા છે. ફરી એકવાર તેમણે "ટેરિફ" મોરચે આ સાબિત કરી દીધું છે. એપ્રિલની ૩જી તારીખથી વિશ્વના મોટાભાગના દેશો પર અમેરિકાએ રેસિપ્રોકેલ ટેરિફ લગાવ્યા પરંતુ હવે તેમણે જાહેરાત કરી છે કે , આ રેસિપ્રોકલ ટેરિફના અમલીકરણ પર 90 દિવસનો સ્ટોપ લગાડી દીધો છે. પણ આ યાદીમાં ચાઇના નથી . સાથે જ તેમણે ચાઇના પર ટેરિફ વધારીને કુલ ૧૨૫ ટકા સુધી પહોંચાડી દીધો છે. તો બીજી તરફ ઈરાને જાહેરાત કરી છે કે , ઈરાનને કોઈ પણ રીતના પરમાણુ હથિયારોની જરૂરત નથી . હવે અમેરિકા મધ્ય અમેરિકામાં આવેલી પનામા કેનાલને પાછી મેળવવા માંગે છે . વાત કરીએ ભારતની તો ભારતે બાંગ્લાદેશના વડા મોહમ્મદ યુનુસે આપણા ઉત્તરપૂર્વીય ભારતને લઇને જે થોડા સમય પેહલા નિવેદન આપ્યું હતું તેને લઇને બાંગ્લાદેશને જે ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી આપવામાં આવી તેને બંધ કરવાનો નિર્ણય ભારતે લીધો છે.

ડોનાલ્ડ ટ્રમ્પએ થોડા સમય પેહલા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને જાણકારી આપી છે કે , " સૌપ્રથમ હું ચાઈના પર ૧૨૫ ટકા ટેરિફ લગાડવાની જાહેરાત કરું છું કેમ કે તેને વિશ્વના માર્કેટ માટે કોઈ જ માન નથી . ભવિષ્યમાં ચાઈનાને એ વાતનો આભાસ થશે જ કે યુએસને કે બીજા દેશોને સાઈડલાઈન કરવા તે લાંબાગાળે ક્યારેય સ્વીકાર્ય નઈ થાય . ૭૫ કરતા વધારે દેશોએ આ રેસિપ્રોકલ ટેરિફ લગાવવા પર અમેરિકાના પ્રતિનિધિઓનો જેમ કે ડિપાર્ટમન્ટ ઓફ કોમર્સ , ટ્રેઝરી અને યુએસટીઆરનો સંપર્ક કર્યો છે. આ દેશો અમેરિકા સાથે કરન્સી મેનીપ્યુલેશન , ટેરિફ , વ્યાપારને લઇને અમેરિકા સાથે વાર્તાલાપ કરવા માંગે છે . આ દેશોએ કોઈ જ કોઈ પણ પ્રકારનો બદલો નથી લીધો . માટે હવે હું ૯૦ દિવસનો પોઝ જાહેર કરું છું. આ સમયમાં રેસિપ્રોકલ ટેરિફને ખુબ નીચો લાવવામાં આવશે." આમ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના સિવાયના બીજા દેશો માટે ૯૦ દિવસ સુધી રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણને અટકાવ્યું છે. જેવી જ અમેરિકા દ્વારા આ જાહેરાત થઈ કે પછી એસ & પી ૫૦૦ સ્ટોક ઈન્ડેક્સ ૮ ટકા સુધી , ડાઉ જોન્સ ૨૬૬૫ પોઇન્ટ સુધી નો ઉછાળો જોવા મળ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય ત્યારે સામે આવ્યો જયારે વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ મચી ગઈ છે. અમેરિકાના જુના જ સહયોગીઓ જેમ કે કેનેડા અને યુરોપીઅન યુનિયન તેની સામે પડ્યા . જોકે એક ગર્ભિત સંભાવના એ પણ હતી કે , વિશ્વના અન્ય દેશો હજુ વધારે ચાઈનાની નજીક જતા રહેતા. જોકે આ ૯૦ દિવસના સ્ટોપથી ભારતને રાહત મળી છે .
હવે વાત કરીએ પશ્ચિમ એશિયાના દેશ ઈરાનની તો , આ અઠવાડિયાના અંતે ઈરાન અને અમેરિકા વચ્ચે ઓમાનમાં પરમાણુ કરારોને લઇને વાર્તલાપ થવા જઈ રહ્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ ફેઝશ્કિયાંને જાહેરાત કરી છે , "તેમને કોઈ પણ પરમાણુ બૉમ્બની જરૂરત નથી. સાથે જ સુપ્રીમ લીડર ખામેનીને ઈરાનમાં અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ આવે તેની સામે કોઈ જ વાંધો નથી ." ઇરાનના રાષ્ટ્રપતિ ફેઝશ્કિયાંન ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક વ્યાપારિક રસ ઉભો કરી રહ્યા છે. તો આ તરફ ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ જયારે ડોનાલ્ડ ટ્રમ્પને મળવા ગયા હતા ત્યારે તેમણે "લિબિયા મોડલ"ના અમલીકરણની વાત કરી હતી . આ અંતર્ગત ઈરાનનું પરમાણુ હથિયારો માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર આખું ડિસમેન્ટલ એટલેકે , નિષ્ક્રિય કરી દેવામાં આવે. જોકે આવું કરવું ઈરાન સાથે હાલમાં તો અસંભવ છે કેમ કે ઈરાન તો પરમાણુ હથિયારો માટે વર્ષોથી પ્રયાસ કરી રહ્યું છે.
વાત કરીએ અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથની તેઓ હમણાં મધ્ય અમેરિકાના આવેલી પનામા કેનાલની મુલાકાતે ગયા હતા . તેમણે ત્યાંથી સ્પષ્ટ કરી દીધું છે અમેરિકા અને પનામા વચ્ચે સુરક્ષાને લઇને સહકાર વધારવામાં આવશે. ચાઈનાને આ કેનાલનો દુરુપયોગ કરવા દેવામાં નઈ આવે. ચાઇના તેની કંપનીઓ થકી જાસૂસી કરાવે છે. વાત કરીએ પનામા કેનાલની તો પનામા કેનાલથી અમેરિકાનો ૪૦ ટકા કન્ટેઇનર ટ્રાફિક પસાર થાય છે.વાત ચાઈનાની તો ચાઈના સમગ્ર વિશ્વમાં ૫૦ દેશોમાં ૯૩ બંદર ધરાવે છે . દક્ષિણ અને મધ્ય અમેરિકામાં ચાઈનાના બંદરોની સંખ્યા વધી રહી છે માટે અમેરિકા માટે ખુબ મોટું જોખમ હોઈ શકે .
આપણો પાડોશી દેશ બાંગ્લાદેશ તેની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે થોડાક સમય પેહલા ભારતના ઉત્તરપૂર્વીય ભાગોને લઇને નિવેદન આપ્યું હતું કે , ભારતના આ ભાગોમાં ચાઇનાનું અર્થતંત્ર વધી શકે છે. જોકે હવે ભારત સરકારે બાંગ્લાદેશને જે ટ્રાન્સશિપમન્ટ ફેસિલિટી આપવામાં આવે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. વાત કરીએ આ ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટીની તેના થકી બાંગ્લાદેશનો માલ ભારતના બંદરો અને એરપોર્ટની મદદથી બીજે પહોંચાડાય છે. આ નિર્ણય સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સિસ અને કસ્ટમ દ્વારા લેવામાં આવ્યો છે.