રશિયા - યુક્રેન યુદ્ધ કે જે ૨૦૨૨માં શરુ થયું . બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી ભયંકર યુદ્ધ . આ યુદ્ધે લાખો જિંદગીઓને ઉજાડી નાખી. હિંસાનું ચક્ર બેઉ તરફથી ફરતું જ રહ્યું . પરંતુ હવે આ યુદ્ધને લઇને એક મહત્વના સમાચાર એ આવ્યા છે કે , અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ પુતિન બેઉ 30 દિવસના સીઝફાયર માટે રાજી થયા છે . તો બીજી તરફ યુક્રેનના વિદેશ મંત્રી એન્દ્રી સીબીહા ભારતમાં "રાઈસીના ડાયલોગ"ની દસમી આવૃત્તિ જેનું નામ છે "કાળચક્ર" માં ભાગ લેવા ભારત આવ્યા છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેન યુદ્ધને લઇને ૩૦ દિવસના સીઝફાયર માટે સેહમત થયા છે . આ સીઝફાયર અંતર્ગત રશિયા યુક્રેનના એનર્જી અને મહત્વના ઇન્ફ્રાસ્ટ્રકચરની સાઈટ પર હુમલો નઈ કરે . આ વિશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ પ્લેટફોર્મ એક્સ પર એક ટ્વીટ કરીને લખ્યું છે કે , " રશિયાના પ્રમુખ પુતિન સાથે મારે ખુબ સારો સંવાદ થયો છે . અમે લોકો આ સીઝફાયરને લઇને સેહમત થયા છે જેમાં એનર્જી અને મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવામાં નઈ આવે . આ પછી અમે એક સંપૂર્ણ સીઝફાયર તરફ કામ કરીશું કે જે આ ભયંકર રશિયા - યુક્રેન યુદ્ધનો અંત લાવશે . આ યુદ્ધ શરુ જ ના થાત જો હું તે વખતે રાષ્ટ્રપ્રમુખ હોત. સીઝફાયર માટેની ચર્ચા આ ખુબ વિસ્તૃત હતી જેમાં અત્યારસુધીમાં હજારો સૈનિકોના મોત થયા છે તે મુખ્ય મુદ્દો હતું . બેઉ રાષ્ટ્રપ્રમુખ પુતિન અને ઝેલનેસકી આ યુદ્ધનો અંત લાવશે . શાંતિ કરારો માટેની આ પ્રક્રિયા હવે શરુ થઇ ચુકી છે . માનવતા જીવિત રહે તે માટે આ યુદ્ધ અટકશે."
આપને જણાવી દયિકે , ડોનાલ્ડ ટ્રમ્પના ૨૦ જાન્યુઆરીના રોજ ઓવલ ઓફિસમાં આવતા જ તેમણે રશિયા - યુક્રેન યુદ્ધના અંતને લઇને ગતિવિધિ શરુ કરી દીધી હતી . ફેબ્રુઆરી , ૨૦૨૫માં સાઉદી અરેબિયામાં અમેરિકા અને રશિયાના પ્રતિનિધિઓ વચ્ચે એક મિટિંગ યોજાઈ હતી . આ પછી ગયા અઠવાડીએ અમરિકાનું એક ડેલિગેશન રશિયા સીઝફાયર માટે ચર્ચા કરવા પહોંચ્યું હતું . વાત કરીએ હવે રશિયાની તો , રાષ્ટ્રપ્રમુખ પુતિન આ ટૂંકા ૩૦ દિવસના સીઝફાયર માટે સેહમત ન હતા કેમ કે , આ સમય દરમ્યાન તેમને ડર હતો કે , યુક્રેન નવા સૈનિકો અને હથિયારો એકઠા કરીને ફરી રશિયા પર હુમલો કરશે. જોકે હવે પુતિન અને ઝેલનેસકી બેઉ સીઝફાયર માટે સેહમત થયા છે . જોકે રાષ્ટ્રપ્રમુખ પુતિને તો કાયમી શાંતિ માટે એક શરત પણ મૂકી છે કે , યુક્રેનને વિદેશમાંથી મળતી હથિયારોની સહાય સંપૂર્ણપણે બંધ થવી જોઈએ . વહાઈટહોઉસે તેમના એક સત્તાવાર નિવેદનમાં એવું જણાવ્યું છે કે , "કાળા સમુદ્રમાં મેરિટાઇમ સીઝફાયર માટે ફરી એકવાર ચર્ચા શરુ થશે ."
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જો યુરોપનું આ બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી ભયંકર યુદ્ધ અટકાવી દેશે તો , તેમની આ સૌથી મોટી સિદ્ધિ ગણાશે . ટ્રમ્પએ આ માટે રશિયા પર ખુબ જ દબાણ ઉભું કર્યું હતું . કેમ કે આ યુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા છે સાથે જ કેટલાય ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે . ડોનાલ્ડ ટ્રમ્પએ અહીં એક હિન્ટ એ પણ આપી છે કે , યુક્રેને તેમના અમુક વિસ્તારો પરનો દાવો છોડી દેવો પડશે સાથે જ ઝેપોરીરીજા પરમાણુ મથકનો કબ્જો પણ છોડી દેવો પડશે. હવે જાણીએ યુરોપીઅન દેશોના વડાઓની આ સીઝફાયરને લઇને શું પ્રતિક્રિયા છે . જેવી જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ રશિયન પ્રમુખ પુતિન સાથે આ યુદ્ધને લઇને સમાધાનની ચર્ચા શરુ કરી તેવા જ યુરોપીઅન દેશોમાં ભય અને ડરનો માહોલ જોવા મળ્યો છે . યુરોપીઅન કમિશનના વડા ઉર્સુલા વોન દે લેયેનએ જણાવ્યું હતું કે , રશિયાએ તેના લશ્કરી હથિયારો માટેના ઉત્પાદનમાં ખુબ નોંધપાત્ર વધારો કરી દીધો છે જેનાથી તે ભવિષ્યમાં યુરોપના બીજા કોઈ દેશ સાથે યુદ્ધમાં ઉતરી શકે. બ્રિટિશ વડાપ્રધાન કેઇર સ્ટારમરના પ્રવક્તાએ કહ્યું છે કે , " આપણે બધાએ યુક્રેનમાં શાંતિ માટે તેને શક્ય તેટલી મદદ કરવી પડશે. " હવે વાત કરીએ યુક્રેનની તો તેના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સકીએ સીઝફાયર વિશે ફિનલેન્ડ પહોંચીને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે , "યુક્રેનના સાર્વભૌમત્વને લઇને કોઈ પણ રીતે વાટાઘાટો શક્ય નથી. રશિયાએ જે પણ વિસ્તાર યુક્રેનનો આંચકી લીધો છે તેણે તે પાછો આપવો જ પડશે . રશિયાની નજર ન માત્ર યુક્રેન પર છે પરંતુ આખા યુરોપ પર છે . " યુક્રેનના વિદેશમંત્રી એન્દ્રી સીબીહા ભારતમાં "રાઈસીના ડાયલોગ"ની દસમી આવૃત્તિ જેનું નામ "કાળચક્ર" છે તેમાં ભાગ લેવા ભારત આવ્યા છે . આ ચર્ચા દરમ્યાન તેમણે કહ્યું છે કે , " યુક્રેન શાંતિ ઈચ્છે છે પણ તેના વિસ્તારો કે સાર્વભૌમત્વના ભોગે નહિ. અમે ક્યારેય રશિયાએ પચાવી પડેલા યુક્રેનના ભાગોને રેકોગ્નાઈઝ નઈ કરીએ . ભારતે પણ રશિયા - યુક્રેન યુદ્ધને લઇને જે સીઝફાયર જાહેર થયું છે તેનું સ્વાગત કર્યું છે .
એક વસ્તુ ચોક્કસ છે , ભારતએ હંમેશાથી દુનિયાભરમાં "યુદ્ધનો " નહિ "બુદ્ધનો" પ્રચાર કર્યો છે . આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કેહતા હતા કે , " આંખના બદલે આંખ સમગ્ર દુનિયાને કાણી બનાવી દેશે . "