ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે. ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ વિસ્ફોટ" પછી જો કોઈ યુરોપીઅન દેશના વડા પ્રથમવાર વ્હાઇટહાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા હોય તો તે છે જ્યોર્જિયા મેલોની . હાલમાં યુરોપ અને અમેરિકા વચ્ચે બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમવાર ખુબ જોરદાર મતભેદો વ્યાપાર અને યુરોપની સુરક્ષાને લઇને સામે આવ્યા છે. આવા સમયમાં ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીનો અમેરિકાનો પ્રવાસ ખુબ મહત્વનો છે. પરંતુ આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાની પ્રેસ કોન્ફરન્સનો એક વિડિઓ ખુબ વાઇરલ થઈ રહ્યો છે . પ્રેસકોન્ફરન્સ વખતે એક પત્રકારે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે શું તમે ક્યારેય એવું કહ્યું છે કે યુરોપના લોકો "પેરેસાઇટ્સ" એટલેકે પરોપજીવી છે. આ પછી ઈટાલીના વડાપ્રધાને જવાબ આપ્યો કે "ટ્રમ્પએ ક્યારેય આવું નથી કહ્યું." આ પછી ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ આખા સવાલને રિપીટ કર્યો હતો ,ક્યારેય તમે યુરોપિનોને પેરેસાઇટ કહ્યા છે. આ બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપતા કહ્યું કે , " ના ." "મને કોઈ જ ખબર નથી કે તમે કયા વિષય પર આ વાત કરી રહ્યા છો." જોકે તે બાદ આ વીડિઓની કલીપ ખુબ જ વાઇરલ થઇ છે.
આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જ્યોર્જિયા મેલોનીએ અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપારી કરાર એટલેકે , ટ્રેડ ડીલ કરવાની વાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પએ સ્પષ્ટ કહ્યું છે કે , ટ્રેડ ડીલ થશે, ૧૦૦ ટકા ટ્રેડ ડીલ યુરોપ સાથે થશે. આમ પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલોની વચ્ચે સારો રેપોર્ટ રહ્યો છે . કેમ કે ઇટાલી અમેરિકા અને યુરોપ વચ્ચે સંવાદનો એક બ્રિજ બનવા માંગે છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ દરમ્યાન ચાઈનાનો પણ ઉલ્લેખ કર્યો હતો કે કહ્યું હતું કે અમે ચાઈના સાથે પણ ટ્રેડ ડીલ કરવા તૈયાર છીએ . ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની આ મુલાકાત યુરોપના ભવિષ્ય માટે ખુબ મહત્વની રહેશે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પએ સ્પષ્ટ કરી દીધું છે કે , " મને આશા છે કે યુરોપ ફરી એકવાર મહાન બનશે . હાલમાં યુરોપ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે જેમ કે ઇમિગ્રેશન. હું યુરોપનો કોઈ મોટો ફેન નથી . કેમ કે , યુરોપની ઇમિગ્રેશનને લઇને જે નીતિઓ છે તેનાથી તેને ખુબ મોટું નુકશાન થયું છે. " આ પેહલા ડોનાલ્ડ ટ્રમ્પ યુરોપીઅન યુનિયન વિશે ખુબ જ વિવાદાસ્પદ બોલ્યા હતા જેમ કે , "EU એટલે કે , યુરોપીઅન યુનિયનને અમેરિકાનું નુકશાન કરવા જ બનાવવામાં આવ્યું હતું ." જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના સુર બદલાયા હોય તેવું લાગી રહ્યું છે , જોવાનું છે કે , કેવી રીતે યુરોપ અને અમેરિકા વચ્ચે વ્યાપારી સબંધો સામાન્ય થશે. કેમ કે , વિશ્વની ઉભરતી મહાસત્તા ચાઈના યુરોપ અને ભારતની સાથે મળીને અમેરિકાની વિરુદ્ધમાં એક મજબૂત જૂથ બનાવવા માંગે છે .