ગુજરાતમાં પ્રચારનો ધમધમાત જોવા મળી રહ્યો છે. દરેક રાજકીય પાર્ટી પ્રચાર કરવામાં લાગી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ પોસ્ટર વોર શરૂ થઈ ગયો હતો. પોસ્ટર લગાવી તેમને હિંદુ વિરોધી ગણાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ સળગતો મુદ્દો મળતા અનેક નેતાઓએ અરવિંદ કેજરીવાલને નિશાન બનાવી ટ્વિટ પણ કર્યું છે. બ્રિજેશ મેરજા અને કિશોર કાનાણીએ ટ્વિટ કરતા આપને હિંદુ વિરોધી ગણાવી છે. બ્રિજેશ મેરજાએ તો પોતાની ટ્વિટ ડિલિટ કરી નાખી પરંતુ કિશોર કાનાણીએ પોતાની ટ્વિટ ડિલિટ નથી કરી.
ભાજપના નેતાઓના નિશાન પર અરવિંદ કેજરીવાલ
ચૂંટણીની તારીખો હજી સુધી જાહેર નથી થઈ. પરંતુ કહેવામાં આવે છે કે જ્યારે પણ રાજનીતિને બાજૂમાં રાખી ધર્મની રાજનીતિ શરૂ થાય છે ત્યારે ચૂંટણી નજીક હોય તેવું માનવામાં આવે છે. ત્યારે અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે ધર્મ આધારિત રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે. કિશોર કાનાણીએ ટ્વિટ કરી લખ્યું કે કેજરીવાલના નવરાત્રિના ઉત્સવને ઉજવણી નહીં પરંતુ જશ્ન ગણાવી પવિત્ર તહેવારનું અપમાન કરી હિંદુ ધર્મની મજા ઉડાવે છે.
બીજી એક ટ્વિટમાં તેમણે લખ્યું કે ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે હિન્દુ ધર્મને અપનાવવાનું ઢોંગ કરનાર ખાલિસ્તાની કેજરીવાલને ગુજરાતમાં એક પણ મોકો નહીં. ઈફતારી પાર્ટીની માણતો લિજ્જત માણતો, શાહીનબાગનો સમર્થન કરતો, ટૂકડે ટૂકડે ગેંગનો સાથીદાર અને વકફ બોર્ડનો ચાહક કેજરીવાલ હિંદુ માટે ખતરો સમાન.