પેટ્રોલ-ડિઝલ માટે રઘવાયા ન થાઓ, પેટ્રોલ પંપ એસોસિએશનને આપી હૈયાધારણા


  • Published By :
  • Published Date : 2024-01-02 21:37:26

હિટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકારના નવા કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક-ડ્રાઇવરો સોમવારથી હડતાળ પર ઉતર્યા છે. રાજ્યમાં ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યું હતું,ટ્રક ડ્રાઈવરોની હડતાળના કારણે જીવન જરૂરિયાત વસ્તુઓની સપ્લાય પર પણ અસર પડી છે. ટ્રક ડ્રાઈવરોની હડતાળની અસર પેટ્રોલની સપ્લાય પર પણ દેખાઈ છે. આ જ કારણે રાજ્યના મોટા શહેરોમાં લોકોએ પેટ્રોલ પંપો પર લાઈનો લગાવી હતી.


પેટ્રોલ-ડીઝલની અછતની અફવા


ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં પેટ્રોલ-ડીઝલની આશંકાને પગલે લોકો તેમના વાહનની ટાંકી ફૂલ કરાવવા માટે પેટ્રોલ પંપો પર દોડી ગયા હતા.  લોકોને કોઈ નોકરી કે ધંધા માટે જવા માટે વિહિકલની જરૂર પડે છે. હવે તો ખેડૂતોને પાણી લેવા માટે ડીઝલ પંપમાં ડીઝલની જરૂર પડે છે. ટ્રાન્સપોર્ટરોની હળતાલને કારણે અઠવાડિયા સુધી પેટ્રોલ પંપ બંધ રહેવાના છે. એટલે લોકોએ દોડધામ મચાવી અને પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરવા પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી દીધી હતી.


પેટ્રોલ પંપ એસોસિએશનનની વાતથી હાશકારો



જો કે આ દરમિયાન ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનને હાશકારો આપે તેવી વાત કરી છે. ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું છેકે, રાજ્યમાં પેટ્રોલિયમ પેદાશની અછત વર્તાશે નહીં, કારણ ક ફેડરેશન પાસે પૂરતો જથ્થો છે. ટ્રક ડ્રાઇવરની હડતાળથી ટ્રાન્સપોર્ટેશનને અસર થઇ છે પરંતુ રાજ્યમાં વાહન ચાલકોએ પરેશાન થવાની જરૂર નથી અને લાઇનો લગાવવાની જરૂર નથી. હા...ટ્રક ડ્રાઈવરોની હડતાળના પગલે ટ્રાન્સપોર્ટેશનને અસર થઈ છે. એસોસિએશને સ્પષ્ટતા કરી છે કે ફેડરેશન પાસે પૂરતો જથ્થો હોવાથી પેટ્રોલિયમ પેદાસની અછત નહીં વર્તાય. લોકો પરેશાન થઈ લાઈનો ના લગાવે, અછત નહીં સર્જાય એવી ખાતરી આપીએ છીએ. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?