રાજકોટમાં ગૃહકલેશ જીવલેણ બન્યો, પતિએ પત્નીની કરી હત્યા, પત્નીને તરફડતી મુકી પતિ ફરાર


  • Published By :
  • Published Date : 2024-01-13 15:00:32

પતિ અને પત્ની વચ્ચેનો ઘર કંકાસ ઘણી વખત જીવલેણ બની જાય છે. રાજકોટ જિલ્લામાં એક પતિએ તેની પત્નીના માથા પર બોથડ પદાર્થ ફટકારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. સામાન્ય બાબતમાં પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો હતો. બાદમાં પતિ અત્યંત ગુસ્સામાં આવી ગયો હતો અને તેણે નજીકમાં જ પડેલા બોથડ પદાર્થ ઝિંકી દીઘો હતો. પતિએ પત્નીની હત્યા કર્યા બાદ તેમના પુત્રને ફોન કર્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી, હત્યા બાદ આરોપી ભાગી ગયો હતો. પુત્રએ તાત્કાલિક દોડી આવીને બેભાન માતાને હોસ્પિટલમાં ખસેડી હતી, જો કે ત્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.   


શું હતો સમગ્ર મામલો?


રાજકોટ જિલ્લાના શાપરની સર્વોદય સોસાયટી નજીકના ગોવિંદનગરમાં રહેતી કમળાબેન (ઉ.વ. 55)ની તેના જ પતિ પ્રેમજી ગોવિંદ પરમારે ગૃહકલેશને કારણે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે. મળતી જાણકારી મુજબ મૂળ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ભદ્રેશી ગામના કમળાબેન છેલ્લા 6 વર્ષથી પરિવાર સાથે શાપર રહેતાં હતા. તેનો પતિ કારખાનામાં નોકરી કરે છે. સંતાનમાં ત્રણ પુત્રો છે. જેમાંથી મોટો પુત્ર બાબુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. બાકીના બંને પુત્રો મજુરી કરે છે. કમળાબેન અને તેના પતિ પ્રેમજી વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. જેને કારણે આજે બંને વચ્ચે ફરીથી ઝઘડો થતાં ઉશ્કેરાઈ જઈ પ્રેમજીએ રોડના ઘા ઝીંકી પત્ની કમળાબેનની હત્યા કરી નાખી હતી. 


લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા


પતિ પ્રેમજી પરમારે પત્નીની નિર્મમ હત્યા કર્યા બાદ  તેના મોટા પુત્ર બાબુને કોલ કરી કહ્યું કે મે તારી માને મારી નાખી છે, જે થાય તે કરી લેજે. આ પછી કોલ કટ કરી નાખ્યો હતો. આ વાત સાંભળી ચોંકી ગયેલા બાબુએ તત્કાળ તેના બે નાના ભાઈઓને જાણ કરતાં તેઓ ઘરે દોડી ગયા હતા. તે વખતે મકાનને તાળુ હતું. તાળુ તોડીને જોતાં તેમની માતા કમળાબેન ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. જેથી તત્કાળ તેને રાજકોટની સિવીલમાં લઈ આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જાણ થતાં જ શાપર પોલીસ સ્થળ પર અને સિવીલ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી કરવાની સાથે આરોપી પ્રેમજીની પણ શોધખોળ શરૂ કરી હતી. તેણે પુત્રને કોલ કર્યા બાદ પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાંખ્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?