રાજ્યમાં શ્વાન બની રહ્યા છે હિંસક! એક જ દિવસમાં બે જગ્યાઓથી સામે આવ્યા શ્વાનના હુમલાના કિસ્સા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-05 15:21:25

રાજ્યમાં શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શ્વાન દ્વારા હુમલો થતા અનેક લોકો ઘાયલ થતાં હોય છે અથવા તો મોતને ભેટતા હોય છે. ત્યારે આજે રાજ્યમાંથી બે શ્વાનના હુમલાની ઘટના સામે આવી છે. એક ઘટના પંચમહાલથી સામે આવી છે અને બીજી ઘટના નવસારીથી સામે આવી છે. નવસારીમાં રમતા બાળક પર શ્વાને હુમલો કર્યો હતો જ્યારે પંચમહાલમાં પણ બાળક પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ચારથી પાંચ શ્વાનોએ બાળક પર હુમલો કરી બાળકને ઘાયલ કર્યો હતો. 


એક જ દિવસમાં શ્વાનના હુમલાની બે ઘટનાઓ સામે આવી 

રખડતાં ઢોર બાદ રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક જોવા વધી રહ્યો છે. રાજ્યના લોકો ઢોરના આતંકનો સામનો તો કરી રહ્યા છે પરંતુ સાથે સાથે રખડતાં શ્વાનનો ખતરો પણ સતત વધી રહ્યો છે. બાળકો પર હુમલો થવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પંચમહાલમાં ચારથી પાંચ કૂતરાઓએ એક માસુમ બાળક પર હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કર્યો હતો. નવસારીમાં પણ આવી જ ઘટના બની છે. કાલે પણ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં શ્વાનને કારણે એક્સિડન્ટ સર્જાયો હતો.   


ક્યારે રખડતાં શ્વાનના આતંકથી મુક્તિ મળશે?  

રખડતાં શ્વાનને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે જ્યારે અનેક લોકોના મોત થતા હોય છે. રખડતાં ઢોરથી રાજ્યના લોકોને મુક્તિ નથી મળી ત્યારે શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે પ્રશ્ન એ છે કે ક્યાં સુધી માસુમ લોકો રખડતાં ઢોર અને રખડતાં શ્વાનનો ભોગ બનતા રહેશે? મહત્વનું છે કે હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે સરકારને કડક કાર્યવાહી કરવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...