દેશમાં પાલતું શ્વાન કરવાની સમસ્યા ચિંતાનો વિષય બન્યો છે. રાહદારીઓને અવારનવાર પાલતું કુતરાઓ (pet dogs) કરડતા હોય છે. સુપ્રિમ કોર્ટે પણ આ ગંભીર સમસ્યાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. જો કે આ દિશામાં દિલ્હીના નોઈડા ઓથોરિટી મેનેજમેન્ટ કડક કાર્યવાહીનો નિર્ણય લીધો છે. હવેથી કુતરાના માલિકે ઈજાગ્રસ્ત વ્યક્તિને 10,000 રૂપિયાનો દંડ ફટકારવાનો અને પીડિતની સારવારનો સંપૂર્ણ ખર્ચ ચૂકવવાનો નિર્ણય કર્યો છે.
UP | In case of any mishap caused due to a pet dog/cat a penalty of Rs 10,000 will be imposed and the medical expenses of the injured person/animal will be borne by the owner of the pet (that caused the mishap) - Decision taken in the 207th board meeting of Noida authority. pic.twitter.com/L4i7X7u2p9
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 13, 2022
નોઈડા ઓથોરિટીએ શું ગાઈડલાઈન્સ બનાવી?
UP | In case of any mishap caused due to a pet dog/cat a penalty of Rs 10,000 will be imposed and the medical expenses of the injured person/animal will be borne by the owner of the pet (that caused the mishap) - Decision taken in the 207th board meeting of Noida authority. pic.twitter.com/L4i7X7u2p9
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 13, 2022નોઈડામાં પાલતુ કુતરાઓએ રીતસરનો આતંક મચાવ્યો છે, તેના ત્રાસથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.કૂતરા કરડવાની ફરિયાદોને કારણે, ઓથોરિટીએ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકાના પાલનમાં એક નીતિ તૈયાર કરી છે. આમાં કૂતરા અને બિલાડી બંનેને 31 જાન્યુઆરી સુધીમાં નોઈડામાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો કોઇ વ્યક્તિ રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તેને દંડ ફટકારવામં આવશે. પાલતુ કૂતરાનું વંધ્યીકરણ અને એન્ટિરેબીઝ રસીકરણ ફરજિયાત છે. જો તેનું પણ પાલન કરી થાય તો 1 માર્ચ, 2023 થી દર મહિને 2,000 રૂપિયાનો દંડ થશે. ઓથોરિટી AOA, RWA અને ગ્રામજનોની સંમતિથી પોતાના ખર્ચે ડોગ શેલ્ટર બનાવવામાં આવશે. જેમાં બીમાર, ઉગ્ર અને આક્રમક શ્વાનને રાખવામાં આવશે. RWA,એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન (AOA) આશ્રયસ્થાનની જાળવણી માટે જવાબદાર રહેશે.