ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન થવાને કારણે ઘરોમાં તિરાડ પડી રહી હતી. લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા હતા. ત્યારે જોશીમઠ જેવી પરિસ્થિતિ જમ્મુ-કાશ્મીરના ડોડામાં બની છે. જમીન ધસી જવાને કારણે 21 મકાનોમાં તિરાડો પડી છે. તિરાડો પડવાને કારણે લોકોને સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે કયા કારણોસર આ તિરાડો પડી રહી છે તે અંગે સર્વે કરવા જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ કરવામાં આવી રહી છે.
ડોડામાં વણસી રહી છે પરિસ્થિતિ
જમ્મુ-કાશ્મીરના ડોડા સ્થિત નઈ બસ્તી ગાંવમાં જોશીમઠ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અનેક ઘરોમાં તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે. ઘરમાં તિરાડો પડવાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. તે ઉપરાંત ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે. જમીન ઘસવાને કારણે પરિસ્થિતિ વિકટ બની રહી છે. પ્રભાવિત ઘરોની સંખ્યા 21ની આસપાસ પહોંચી ગઈ છે. આ વાતને લઈ તંત્ર પણ એક્ટિવ થઈ ગયું છે અને આ સ્થળ અંગે તપાસ કરવા જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
21 મકાનોમાં પડી તિરાડ
જોશીમઠમાં આવેલા અનેક ઘરોમાં તિરાડો પડવાની ઘટના સામે આવી હતી. ત્યારે આવી જ પરિસ્થિતિનું નિર્માણ જમ્મુ-કાશ્મીરના ડોડા ખાતે થઈ રહ્યું છે. અનેક ઘરોમાં તિરાડો પડવાનું શરૂ થઈ ગયું છે. 21 ઘરોમાં તિરાડો પડી ગઈ છે. ડોડા પ્રશાસન અને જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા આ અંગે તપાસ કરી રહી છે. ડોડાના ડીએમ અતહર અમીન જરગરે જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં એક તિરાડની સૂચના મળી હતી. ધીરે ધીરે આ તિરાડો વધવા લાગી છે. આ ક્ષેત્ર ધીમે ધીમે ડૂબી રહ્યું છે.