હિંદુ ધર્મમાં મંત્રોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મંત્રોનો ઉપયોગ કરી ભગવાન સુધી પહોંચી શકાય છે. મંત્રોને ખુબ જ ચમત્કારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મંત્રોની મદદથી તમામ કષ્ટો દૂર થઈ જાય છે. મંત્રોનો જાપ કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. મંત્રોનો જાપ સામાન્ય રીતે માળા દ્વારા કરવામાં આવે છે. માળામાં 108 મણકા હોય છે તેની પાછળ પણ કારણ છે.
અનેક સાધકો જપ કરતી વખતે માળાનો ઉપયોગ કરતા હોય છે. ભગવદ્ સ્મરણ માટે માળાને ઉત્તમ માધ્યમ માનવામાં આવે છે. આપણે જે જાપ કરીએ તેની ગણતરી કરવી પણ આવશ્ક છે. કેટલી વાર મંત્રનો જાપ થયો તેની ગણતરી પણ જરૂરી છે. ગણતરી રાખવામાં માળા મદદગાર સાબિત થઈ શકે છે. શાસ્ત્રો અનુસાર મણકાનો સંબંધ આપણા શ્વાસ સાથે હોય છે. દિવસના 12 કલાક દરમિયાન આપણે લગભગ 10800 વખત શ્વાસ લેતા હોઈએ છીએ. ભક્તોને સ્વાભાવિક પણે પ્રત્યેક ક્ષણે ભગવાનનું નામ લેવું ગમે છે. આ રીતે એક માળા ફેરવવીએ શ્વાસોશ્વાસે ભજન કરવાનું પહેલું પગથિયું છે.
એક બીજા મતાનુસાર એવું પણ માનવામાં આવે છે કે માનવજીવન પર સૂર્યની ઘણી અસર રહેલી હોય છે. સૂર્ય અને ચંદ્રના આધારે ઋતુચક્ર ચાલે છે. હિંદુ ધર્મમાં ગતિવિધીઓ જોઈ 27 વિભાગોમાં વહેચેલા નક્ષત્રો પર આધારિત છે. આ નક્ષત્રમાળાના આધારે આ જપમાળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રમાં ચાર ચરણ હોય છે એમ 27 નક્ષત્ર મળીને 108 ચરણ થાય છે. અને એ જ કારણથી માળા 108 મણકા રાખવામાં આવ્યા છે.