હિંદુ ધર્મમાં તેમજ ભારતીય પરંપરામાં ગાયને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયને આપણે માતા કહીએ છીએ. એવું માનવામાં આવે છે કે ગાયમાં દેવી -દેવતાઓનો વાસ રહેલો છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ગાયની અંદર લગભગ 33 કરોડ દેવી દેવતાઓનો રહેલા છે જેને કારણે જ ગાય માતાની પૂજા કરવામાં આવે છે.
સદીઓથી આપણે ત્યાં ગાય માતાને પૂજનીય માનવામાં આવે છે. ગાયની સેવા કરવીએ સૌથી પુણ્યનું કાર્ય છે. પહેલાના જમાનામાં આપણા પૂર્વજો ગાયને આંગળામાં રાખી તેની સેવા પૂજા કરતા હતા. ગાયની પૂજા કરવાથી અનેક ફાયદાઓ પણ થાય છે. ગાયની નિયમીત પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ તેમજ સમૃદ્ધિનો વાસ રહે છે. અનેક લોકો ગાયની સેવા તો કરે છે પરંતુ ગાયને રોટલી પણ ખવડાવે છે. આમ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ પણ મળે છે.
ગાય માતાની પૂજા દરમિયાન લોકો ગાય માતાને રોટલી પણ અર્પણ કરતા હોય છે. રોટલીમાં ગોળ રાખી ખવડાવવાથી ગાયમાં રહેલા 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે દરરોજ ગાયને રોટલી ખવડાવવાથી ઘણી પેઢીઓ પર આની સકારાત્મક અસર પડે છે. ઉપરાંત ગાયને રોટલી અર્પણ કરવાથી ઘરના બાળકો સુખ-શાંતિથી રહી શકે છે. દરેક ખુશીઓ તેમને પ્રાપ્ત થાય છે ઉપરાંત એવું પણ માનવામાં આવે છે ગોળ સાથેની રોટલી ખવડાવવાથી દ્રશ્ય અને અદ્રશ્ય શક્તિની મદદ મળે છે.
હિંદુ ધર્મમાં દેવી દેવતાઓનું તો મહત્વ રહેલું છે પરંતુ આપણી સંસ્કૃતિમાં પશુ-પક્ષીઓને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. દેરક વસ્તુ આપણે પૂજનીય માનીએ છીએ. આપણે ત્યાં દાન કરવાનો પણ અનેરો મહિમા રહેલો છે. અનેક લોકો ગાયનું પણ દાન કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે એક પ્રતાપી રાજાને ગાયનું દાન કરવાથી પુત્રની પ્રાપ્તિ થઈ હતી. મૃત્યુ બાદ પણ વિધીમાં ગાયનું દાન કરવાનું વિધાન બતાવવામાં આવ્યું છે. ગાયના દાનને મહાદાન માનવામાં આવે છે.