મોટી મોટી હસ્તીઓ અને મોટી મોટી ઘટનાઓને યાદ કરાવા ગૂગલ પાતોના ડૂડલ્સ બદલતા રહે છે. આજે પણ સર્ચ એન્જિન ગુગલે ડૂડલ બદલીને ભારતના દિગ્ગજ પહેલવાન ખાશાબા દાદાસાહેબ જાધવને યાદ કર્યા છે. સ્વતંત્રતાના સમય પછી ઓલિમ્પિકમાં તેમણે પહેલું સિંગલમાં મેડલ જીત્યું હતું. આજે તેમની 97મી જન્મજયંતી છે.
27 વર્ષે ઓલિમ્પિકમાં જીત્યો બોન્ઝ મેડલ
15 જાન્યુઆરી 1926ના રોજ કે.ડી જાધવનો જન્મ થયો હતો. આજે તેમની જન્મજયંતી છે. મહારાષ્ટ્રના ગોલેશ્વર ગામમાં તેમનો જન્મ થયો હતો. તેમનું કદ નાનું હતું પરંતુ જ્યારે તે કુશ્તીના મેદાનમાં ઉતરે તો મોટા મોટા પહેલવાનોને હંફાવી દેતા હતા. 1952માં હેલસિંકીમાં આયોજીત ગ્રીષ્મકાલિન ઓલિમ્પિકમાં તેમણે બ્રોન્સ મેડલ હાંસલ કર્યો હતો. જ્યારે તેમણે પદક મેળવ્યો ત્યારે તેઓ માત્ર 27 વર્ષના જ હતા.
કદ નાનું હતું પણ ભલભલા પહેલવાનોને હંફાવી દેતા
કેડી જાધવ એવા પહેલવાનોમાંથી એક હતા જેમણે દુનિયાને બતાવ્યું કે પહેલવાન થવા હટ્ટા-કટ્ટા શરીરની જરૂર નથી હોતી પરંતુ આત્મવિશ્વાસ તેમજ ટેક્નિકની જરૂર હોય છે. તેમનું કદ માત્ર 5 ફૂટ 5 ઈંચનું હતું. કદ ભલે નાનુ હતું પરંતુ મોટા મોટા પહેલવાનોને તેમની સામે હારનો સામનો કરવો પડતો હતો.
ઘૂંટણમાં ઈજા થતા ઓલિમ્પિકમાં ગોલ્ડ ન જીતી શક્યા
તેમણે કુશ્તીની શરૂઆત 10 વર્ષની ઉંમરેથી કરી દીધી હતી. પોતાના પિતા સાથે તેઓ રોજે કુશ્તીની પ્રેક્ટિસ કરતા હતા. તેમની ટેક્નિક્સ એકદમ અલગ હોતી હતી. પ્રથમ ઓલિમ્પિકમાં તેમની મુલાકાત કુશતીમાં માહિકર ફ્લાઈવેટ પહેલવાન સાથે થઈ હતી. આ વખતે તેમણે છઠ્ઠું સ્થાન પ્રાપ્ત થયું હતું. કાંસ્ય પદક તેમણે પોતાને નામ કરી લીધો હતો. પરંતુ ઓલિમ્પિકમાં તેમના ઘૂંટણને ઈજા પહોંચી હતી જેને કારણે તેમણે કુશ્તી છોડી દીધી હતી. તેમનું નિધન 14 ઓગસ્ટ 1984માં થઈ ગયું હતું. જીવતા જીવ તેમને એવોર્ડે મળ્યો ન હતો પરંતુ નિધન બાદ 2000માં કુશ્તીના ક્ષેત્રમાં યોગદાન માટે તેમને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.