શું તમે Rage Room વિશે જાણો છો જ્યાં ગુસ્સો શાંત કરવા માટે લોકો કરે છે વસ્તુઓની તોડફોડ? જો તમને પણ ગુસ્સામાં વસ્તુ તોડવાની આદત હોય તો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-13 18:35:23

લોકોમાં ગુસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે.. નાની નાની વાતમાં લોકો એટલો બધો ગુસ્સો કરે છે કે વાત જ ના પૂછો.. અમુક લોકોને એટલો બધો ગુસ્સો આવતો હોય છે કે હાથમાં રહેલી વસ્તુ, આસપાસ પડેલી વસ્તુને તોડી નાખે છે.. હાથમાં જે પણ વસ્તુ હોય તેને ફેંકીને તોડી પણ દીધી હોય.. આપણે ત્યાં કહેવાય છે કે ગુસ્સો માત્ર એક ક્ષણનો હોય છે પરંતુ ગુસ્સા પછી થતો પછતાવો બહુ હોય છે.. 

ગુસ્સો શાંત થયા પછી ખબર પડે છે કે કેટલું નુકસાન કરી દીધું

તોડફોડ કર્યાની થોડી મિનિટો પછી ખબર પડે કે ભાઈ ગુસ્સામાને ગુસ્સામાં આપણે કેટલું મોટું નુકશાન કરી બેઠા? તમને થતું હશે કે અહીંયા ગુસ્સાની વાત થતી હશે પરંતુ ના અહીંયા વાત થાય છે Rage roomની જ્યાં તોડફોડ કરવા માટે વસ્તુઓ આપવામાં આવે . Rage roomમાં  જઈને તોડફોડ કર્યા પછી તમને કોઈ અફસોસ નહીં થાય કે યાર.. મે આ શું કર્યું  ???


આજકાલના લોકો થઈ ગયા છે શોર્ટ ટેમ્પર!

અનેક લોકોને કહેતા સાંભળ્યા હશે કે ગુસ્સા પર કાબુ રાખવો જોઈએ.. Patience રાખવા જોઈએ પરંતુ આજકાલ લોકોનો સ્વભાવ શોર્ટ ટેમ્પર થઈ ગયો છે.. ગુસ્સો આપણે કોઈ બીજા પર ઉતારી દેતા હોઈએ છીએ, કોઈ માણસ પર કોઈ વસ્તુ પર... આ ગુસ્સો ઉતારવા Rage Room જેવી સુવિધાઓ આવી ગઈ છે.. આ Rage Room ગુસ્સો ઉતારવા માટેનો રૂમ છે. લોકો frustrate થાય છે, શોર્ટ ટેમ્પર થાય છે અને ગુસ્સાને સહન ન કરી શકનારા લોકો ગુસ્સામાં ને ગુસ્સામાં તોડફોડ કરતાં હોય છે.. 



Rage Roomમાં તમે ગુસ્સો કાઢી શકો છો. 

ગુસ્સામાં આપણે કેટલું નુકસાન કરી બેસતા હોઈએ છીએ તેની ખબર આપણો ગુસ્સો શાંત થાય તે બાદ ખબર પડતી હોય છે.. આવાં કેટલાક કેસમાં તોડફોડ કરવાની આદત ધરાવતા લોકોને જોતા  ધીરે ધીરે ભારતમાં પણ Rage Room બની રહ્યાં છે.. Rage Room,જેને Smash room કે અથવા anger room તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક રૂમ છે તમે તમારો ગુસ્સો કાઢી શકો છે.. નિર્જીવ વસ્તુઓ પર તમે ગુસ્સો કાઢી શકો છો.. 



તોડવા માટે અનેક વસ્તુઓ મુકવામાં આવતી હોય છે. 

Rage Roomમાં તોડવા માટે કાચની બોટલો, કાચની પ્લેટ,ટીવી, લેપટોપ, અન્ય ઈલેક્ટ્રોનિક્સ ગેજેસ્ટસ અને ફર્નિચર જેવી વસ્તુઓ મૂકવામાં આવે છે.. જેને તોડવા બેઝબોલ બેટ કે હથોડી કે કોઈ મજબૂત પાઇપ જેવી વસ્તુ મળે છે અને પછી.. પછી.. તમે તમારાં બોસને કે બ્રેકઅપ થવાના કારણને કે પછી જે તમારા ગુસ્સાની વરાળનું કારણ હોય  તેને યાદ કરીને દે ધનાધન તોડ ફોડ કરી શકો છો... આ તોડફોડ કર્યા બાદ તમને અફસોસ પણ નહીં થાય અને તમારો ગુસ્સો પણ શાંત થઈ જશે.... 



વિચાર આવે કે આપણે આપણા ગુસ્સા પર નિયંત્રણ નથી રાખી શકતા!

Rage Roomની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેને જોતા વિચાર આવે કે શું આપણને આટલો બધો ગુસ્સો આવે છે? આપણે એટલા પણ સક્ષમ નથી કે ગુસ્સો સહન કરી શકીએ.. ગુસ્સો એ હદે વધી ગયો છે કે આપણે તેને કંટ્રોલ કરવા Rage Roomની જરૂરત પડે છે.. આ કોન્સેપ્ટમાં પણ તોડફોડ કરવા જુદા જુદા પેકેજ મુજબ પૈસાની જરૂર તો પાડવાની જ છે..  ત્યારે એ પ્રશ્ન પણ થાય છે કે જો કોઈ ગરીબ હોય એને શું કરવાનું ? એક જોતા આ Rage Roomનો કોન્સેપ્ટ સારો પણ છે કારણ અનેક વખત જોવામાં આવ્યું છે કે મહિલાઓ પર ગુસ્સો ઉતારવામાં આવે છે, તેમની પર હિંસા કરવામાં આવે છે. મહિલા સાથે મારપીટ કરવામાં આવે છે. 



Rage Room માત્ર ટેમ્પરરી સોલ્યુશન હોઈ શકે.. 

તોડફોડ એ માનસિક ગુસ્સાના નિયંત્રણનું કાયમી સમાધાન ક્યારેય ના બની શકે.. એ ફક્ત ક્ષણિક સહાનુભૂતિ અને ટ્રેન્ડ મુજબનું મનોરંજન છે બસ.... તે કાયમી સમાધાન નથી.. અને જે વર્ષો જૂનું અને કાયમી સમાધાન છે તે આપણે અનુસરવું નથી..  જેમ કે મૌન, યોગ,આહાર- વિહાર, વ્યાયામ કે બીજી કેટલીક સ્ટ્રેસફ્રી ટેક્નિકસ.. મહત્વનું છે કે આ માત્ર ટેમ્પરરી વિકલ્પ છે. આપણે ગુસ્સાને કંટ્રોલ કરતા શિખવું પડશે.. જો તમે પણ ગુસ્સામાં આવીને વસ્તુઓની તોડફોડ કરી હોય તો અમને કમેન્ટમાં જણાવજો,..  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.