આજે સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસ હતો. મંગળવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ - 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ - 2023 રજૂ કર્યા હતા. આ દરમિયાન તમિલનાડુના ધર્મપુરીના ડીએમકે સાંસદ ડીએનવી સેંથિલકુમાર એસ. એ હિન્દી બેલ્ટના રાજ્યોને 'ગૌમૂત્ર' રાજ્યો ગણાવતા હોબાળો મચી ગયો હતો. તેમણે કહ્યું, કે "આ દેશના લોકોએ વિચારવું જોઈએ કે ભાજપની તાકાત માત્ર હિન્દી હાર્ટલેન્ડ રાજ્યોમાં જ ચૂંટણી જીતવામાં છે, જેને અમે સામાન્ય રીતે 'ગૌમૂત્ર' રાજ્યો કહીએ છીએ. તમે દક્ષિણ ભારતના રાજ્યોમાં સત્તામાં નથી આવી શક્તા. તેમણે વધુમાં કહ્યું, "તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના ચૂંટણી પરિણામોમાં શું થયું તે તમે જોયું. અમે ત્યાં ખૂબ જ મજબૂત છીએ."
#WATCH दिल्ली: DMK सांसद डी.एन.वी. सेंथिलकुमार एस. की 'गौमूत्र' वाली टिप्पणी पर केंद्रीय मंत्री गिरिराज सिंह ने कहा, "राहुल गांधी 'मोहब्बत की दुकान' खोलने के बाद उत्तर और दक्षिण भारत को लड़ाने की कोशिश कर रहे हैं... अब, वे (राहुल गांधी) उन्हें (सेंथिलकुमार) माफी मांगने के लिए… pic.twitter.com/UkRQexnI33
— ANI_HindiNews (@AHindinews) December 5, 2023
ભાજપે વળતો પ્રહાર કર્યો
#WATCH दिल्ली: DMK सांसद डी.एन.वी. सेंथिलकुमार एस. की 'गौमूत्र' वाली टिप्पणी पर केंद्रीय मंत्री गिरिराज सिंह ने कहा, "राहुल गांधी 'मोहब्बत की दुकान' खोलने के बाद उत्तर और दक्षिण भारत को लड़ाने की कोशिश कर रहे हैं... अब, वे (राहुल गांधी) उन्हें (सेंथिलकुमार) माफी मांगने के लिए… pic.twitter.com/UkRQexnI33
— ANI_HindiNews (@AHindinews) December 5, 2023આ નિવેદન બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ નિવેદનને સનાતન અને સનાતની પરંપરાનું અપમાન ગણાવ્યું છે અને કહ્યું છે કે દેશ આ પ્રકારનું અપમાન બિલકુલ સહન કરશે નહીં. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે હવે કદાચ DMK પણ સમજી જશે કે ગૌમૂત્રના ફાયદા શું છે કારણ કે જે કોઈ દેશની આસ્થા સાથે રમત રમશે, દેશની જનતા એક થઈને તેને જડબાતોડ જવાબ આપશે.
કોંગ્રેસે પણ નિવેદનને વખોડ્યું
આ સિવાય કોંગ્રેસે ડીએમકે સાંસદ સેંથિલકુમારના નિવેદનને વખોડ્યું હતું, ચિદમ્બરમ સહિત અનેક નેતાઓએ માફીની માંગણી કરી હતી. કોંગ્રેસના નેતા પ્રોમદ ક્રિષ્નમે કહ્યું કે જો ડીએમકેના નેતાઓ આવું જ વર્તન કરવાનું ચાલુ રાખશે અને સનાતન ધર્મ વિરુદ્ધ આવી વાહિયાત વાતો કરતા રહેશે, તો ભાજપનો ઝંડો માત્ર ગૌમૂત્ર રાજ્યોમાં જ નહીં પણ સાંઢ રાજ્યોમાં પણ લહેરાતો જોવા મળશે.