યુક્રેન યુધ્ધમાં ફસાયેલા રશિયાની મુશ્કેલીઓ વધી રહી છે. રશિયા હવે યુક્રેનને હથિયારોની મદદ કરતા દેશોને ધમકી આપવાનું શરૂ કર્યું છે. રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેડવેડેવે ઈઝરાયેલને યુક્રેનની મદદ કરવાને લઈને ચેતવણી આપી છે. દિમિત્રીએ કહ્યું કે જો ઇઝરાયેલ યુક્રેનને હથિયારોની સપ્લાય કરશે તો રશિયા અને ઇઝરાયેલ વચ્ચેના રાજદ્વારી સંબંધો ખતમ થઇ જશે. અત્રે ઉલ્લેખનિય છે કે, દિમિત્રી મેડવેડેવે હાલમાં રશિયાની સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી ચેરમેન છે અને તેમને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ખુબ જ વિશ્વાસુ માનવામાં આવે છે.
દિમિત્રી મેડવેડેવે શું ધમકી આપી?הבוקר נמסר כי איראן מעבירה טילים בליסטיים לרוסיה. נסתיימו הספיקות איפה ישראל צריכה לעמוד בסכסוך הדמים הזה. אין מקום לצדקנות עוד. הגיעה העת שנגיש לאוקראינה סיוע צבאי כפי שעושות ארה״ב ומדינות נאט״ו.
— נחמן שי- Nachman Shai (@DrNachmanShai) October 16, 2022
રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેડવેડેવે સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર લખ્યું કે, 'એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલ તરફથી યુક્રેનને હથિયારો મોકલવામાં આવી રહ્યા છે. આ એક બેદરકારભર્યું પગલું છે. ઈઝરાયેલના આ પગલાથી રશિયા તેની સાથેના તમામ રાજદ્વારી સંબંધો ખતમ કરી દેશે.'
દિમિત્રી મેડવેડેવે ઈઝરાયેલને શા માટે ધમકી આપી?
અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં ગયા અઠવાડિયે છપાયેલા અહેવાલ મુજબ, ઈઝરાયેલની એક પ્રાઈવેટ સિક્યોરિટી કંપની યુક્રેનને યુદ્ધમાં મદદ કરી રહી હતી. વળી યુદ્ધની શરૂઆતમાં વેસ્ટર્ન યુક્રેનમાં ફીલ્ડ હોસ્પિટલ બનાવવા માટે ઇઝરાયેલે સતત 6 અઠવાડિયા સુધી 100 ટન કરતા વધુની માનવીય મદદ પણ કરી હતી. તે ઉપરાંત ઇઝરાયેલના એક મંત્રી નાચમન શાઈ (Nachman Shai)ના એક નિવેદન આપ્યું હતું, જેમાં તેઓએ યુક્રેનને સૈન્ય સહાય મોકલવાની વાત કરી હતી. ઈઝરાયેલના મંત્રી શાઈએ ટ્વિટર પર લખ્યું કે, આજે સવારે આ સમાચાર મળ્યા છે કે ઈરાન રશિયાને બેલેસ્ટિક મિસાઈલો મોકલી રહ્યું છે. હવે આમાં કોઈ શંકા નથી કે આ યુદ્ધમાં ઈઝરાયેલને કોની બાજુ હોવું જોઈએ. અમેરિકા અને નાટો દેશની જેમ યુક્રેનને સૈન્ય મદદ મોકલવાનો સમય હવે આવી ગયો છે.