આખરે સિદ્ધારમૈયા બન્યા કર્ણાટકના નવા મુખ્યમંત્રી, ડીકે શિવકુમારે ડેપ્યુટી CMનું પદ સ્વીકાર્યું


  • Published By :
  • Published Date : 2023-05-18 12:55:35

કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈને પાંચ દિવસથી ચાલી રહેલી મડાગાંઠનો અંત આવ્યો છે. આખરે કોંગ્રેસે કર્ણાટકના નવા મુખ્યમંત્રીનું નામ ફાઈનલ કર્યું છે.સીએમની ખુરશી માટે ચાલી રહેલી ખેંચતાણમાં સિદ્ધારમૈયા બાજી મારી ગયા છે અને ડેપ્યુટી સીએમનું પદ ડીકે શિવકુમારના હાથમાં આવ્યું છે. બંનેને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. સિદ્ધારમૈયાએ અંતે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારને સીએમની રેસમાં પાછળ છોડી દીધા છે. સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવાના પાછળના કારણોની  હાલ સર્વત્ર ચર્ચા થઈ રહી છે, ત્યારે આવો જાણીએ કે તે કારણો કયા હતા.


સિદ્ધારમૈયાને બહુમતી ધારાસભ્યોનું સમર્થન 


આ ચૂંટણીમાં કોંગ્રેસે 135 સીટો જીતી છે. કહેવાય છે કે વિધાનમંડળ દળની બેઠકમાં 95 ધારાસભ્યોએ ખુલ્લેઆમ સિદ્ધારમૈયાનું નામ લીધું હતું. મતલબ એ કે ધારાસભ્યો સિદ્ધારમૈયાને જ મુખ્યમંત્રી બનાવવા માંગે છે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસે સિદ્ધારમૈયાને બદલે ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવ્યા હોત તો શક્ય છે કે સિદ્ધારમૈયા પાછળથી બળવો કરી શક્યા હોત.


ડીકે શિવકુમારને કોર્ટ કેસ નડ્યા


બીજું સૌથી મોટું કારણ ડીકે શિવકુમાર સામે ચાલી રહેલા કેસ છે. કોંગ્રેસ માટે સૌથી મોટી ચિંતા એ હકીકત હતી કે ડીકે શિવકુમાર સામે ઘણા કેસ નોંધાયેલા છે. આ દરમિયાન કર્ણાટકના ડીજીપીને પણ સીબીઆઈના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે CBIના નવા ડાયરેક્ટર ડીકે શિવકુમારને નજીકથી જાણે છે. બંને વચ્ચે બિલકુલ સંવાદિતા નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગ્યું કે જો ડીકે શિવકુમારને સીએમ બનાવવામાં આવશે તો CBI તેમની જૂની ફાઈલો ખોલશે, સરકારને નુકસાન સહન કરવું પડશે.


પછાત વર્ગમાં સિદ્ધારમૈયાની લોકપ્રિયતા


પછાત વર્ગમાં સિદ્ધારમૈયાની લોકપ્રિયતા સૌથી મોટું કારણ છે. સમાજના દરેક વર્ગમાં સિદ્ધારમૈયાની પકડ ઘણી સારી છે. તેઓ ખાસ કરીને દલિતો, ઓબીસી અને મુસ્લિમોમાં લોકપ્રિય છે. આવી સ્થિતિમાં, જો કોંગ્રેસે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી ન બનાવ્યા હોત, તો શક્ય છે કે તેઓ પાર્ટીની વિરુદ્ધ જઈ શક્યા હોત. આવી સ્થિતિમાં દલિતો, પછાત વર્ગો અને લઘુમતીઓની મોટી વોટબેંક પણ કોંગ્રેસના હાથમાંથી સરકી શકે છે.





ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?