શિવકુમારની પાર્ટી હાઈકમાન્ડને સ્પષ્ટ વાત, 'મને પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ આપો, ડેપ્યુટી CMનું પદ સ્વીકાર્ય નથી'


  • Published By :
  • Published Date : 2023-05-18 12:23:16

કર્ણાટકનું રાજકીય નાટક હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યું. પાર્ટી હાઈકમાન્ડ હજુ મુખ્યમંત્રી પદને લઈને કોઈ નિર્ણય લઈ શક્યું નથી. કર્ણાટક કોંગ્રેસના સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને દિગ્ગજ નેતાઓ છે અને મુખ્યમંત્રી પદ માટે દાવો કરી રહ્યા છે. દરમિયાન હાઈકમાન્ડ માટે કોઈ એકને પસંદ કરવાનો નિર્ણય ઘણો મુશ્કેલ બની રહ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ડીકે શિવકુમાર પણ મુખ્યમંત્રી પદને લઈને અડગ છે.


અઢી વર્ષની ફોર્મ્યુલા પર ચર્ચા


આ દરમિયાન પક્ષમાં અઢી વર્ષની ફોર્મ્યુલાની પણ ચર્ચા થઈ હતી. ડીકે શિવકુમારે આ અંગે પણ શરત રાખી છે. જો સૂત્રોનું માનીએ તો ડીકે શિવકુમારનું કહેવું છે કે જો સર્વ સંમતિથી સમજૂતી થાય તો પણ પ્રથમ અઢી વર્ષની મુદત મને આપવી જોઈએ જ્યારે બીજા અઢી વર્ષ સિદ્ધારમૈયાને મળે. ડીકે શિવકુમારનું કહેવું છે કે મને પહેલી ટર્મ આપવામાં આવે નહીંતર મારે કંઈ જોઈતું નથી. હું એ પરિસ્થિતિમાં પણ મૌન રહીશ.


હજુ કોઈ નિર્ણય લેવાયો નથી


દિલ્હીમાં ચાલી રહેલા આ વાતાવરણ વચ્ચે બુધવારે બપોરે એવા સમાચાર પણ સામે આવ્યા કે સિદ્ધારમૈયા કર્ણાટકના નવા સીએમ બનશે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ હાઈકમાન્ડ આ નામ પર સહમત છે. સમાચાર એવા પણ હતા કે તેઓ આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લેશે. જોકે, થોડા સમય પછી કર્ણાટક કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ તેને માત્ર અટકળો જ ગણાવી હતી અને કહ્યું કે નિર્ણય લેવાનો બાકી છે. રણદીપ સુરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિચાર કરી રહ્યા છે. કોંગ્રેસ જ્યારે પણ નિર્ણય લેશે ત્યારે જાણ કરીશું. આગામી 48-72 કલાકમાં કર્ણાટકમાં અમારી નવી કેબિનેટ હશે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..