દિવાળી નજીક છે અને બાળકોને દિવાળીનો સમય ઉજવવા માટે દિવાળીના વેકેશનની પણ જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત સરકારે આજથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરી દીધું છે તો હવે 21 દિવસ બાદ જ શાળાઓ ખુલશે અને બીજા સમાચાર એવા છે કે વેકેશન પૂરું થયા બાદ પરીક્ષાઓની મોસમ આવશે. વેકેશન પૂરું થયા બાદ સ્કૂલોમાં નવા સત્રમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે.
એહેં!!!! દિવાળીનું વેકેશન શરૂ....
આજથી વિદ્યાર્થીઓનું દિવાળી વેકેશન શરૂ થશે. આ વેકેશન 21 દિવસનું હશે. વિદ્યાર્થીઓનું દિવાળીનું વેકેશન 9 નવેમ્બર સુધી ચાલશે. ત્યાર બાદ 10 નવેમ્બરથી ફરીથી નિશાળે જવા દફતર તૈયાર કરવું પડશે. દિવાળી વેકેશન પૂરું થતાંની સાથે જ સ્કૂલોમાં નવું સત્ર શરૂ થશે હોં.
છોકરાને ભણાવજો હો! વેકેશન પછી સીધી પરીક્ષા હશે
ગુજરાતની શાળાઓમાં હમણા જ પહેલા સેમની પરીક્ષા પૂરી થઈ છે. એટલે હવે દિવાળી વેકેશન પૂરું થશે ને ત્યારે સીધું બીજું સત્ર શરૂ થઈ જશે. કોલેજમાં તો દિવાળી વેકેશન પૂરુ થશેને સેમેસ્ટર 5, 3 અને 1ની તબક્કાવાર પરીક્ષા શરૂ થશે.