દિવાળી ટાણે ખાનગી બસના સંચાલકોની ઉઘાડી લૂંટ, ST વિભાગે શરૂ કરી 150 જેટલી વધારાની ટ્રીપ


  • Published By :
  • Published Date : 2023-11-07 22:29:07

રાજ્યમાં દિવાળીના તહેવારને જુજ દિવસો રહ્યા છે, ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને અંકલેશ્નર સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો તેમના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. દિવાળીનો તહેવાર વતનના ગામમાં મનાવવા ઈચ્છતા આ લોકો પાસેથી ખાનગી ખાનગી બસના સંચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. લોકોની મજબુરીનો લાભ ઉઠાવતા આ લેભાગુ ખાનગી બસના સંચાલકોએ અચાનક જ ભાડા વધારી દીધા છે. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જ ખાનગી બસ સંચાલકોને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. જો કે આ ખાનગી બસ સંચાલકોએ હર્ષ સંઘવીની ચીમકીની પણ ઐસીતૈસી કરીને બેફામ ભાડું વસૂલી રહ્યા છે. આ પરિસ્થીતીમાં મુસાફરોને લૂંટતા બચાવવા રાજ્ય સરકારના એસ ટી નિગમે પહેલ કરી છે.


150 જેટલી વધારાની ટ્રીપ શરૂ 


ગુજરાતમાં દિવાળી ટાણે મુસાફરોમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. આ જ કારણે એસટી બસમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે. રાજકોટથી રાજ્યના અલગ અલગ મોટા શહેરો અને જિલ્લાઓમાં મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાને લઈને એસટી વિભાગે 150 જેટલી વધારાની ટ્રીપ શરૂ કરી છે. પરિવાર સાથે સૌરાષ્ટ્રમાં વતનના ગામ જતા લોકોને આર્થિક બોજ ન પડે તે માટે એસટી બસમાં એડવાન્સ બુકિંગ 1200 રૂપિયામાં શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે સુરતથી રાજકોટ માટે ખાનગી બસ દ્વારા 2400 રૂપિયા સુધીનું ભાડુ વસૂલવામાં આવે છે. 


અમદાવાદ-સુરતનું ભાડું પણ વધ્યું


અમદાવાદ જવા અને આવવા માટે સરકારી વોલ્વો એસી બસનું ભાડું 520 રૂપિયા છે જે ખાનગી બસમાં 1100 સુધી પહોંચી ગયું છે. આમ ખાનગી બસ સેવાના ડબલ ભાડાને પગલે એસટી બસ ડેપો ઉપર ટ્રાફિક હાઉસફુલ જોવા મળી રહ્યો છે. જેમ જેમ દિવાળી નજીક આવશે તેમ તેમ ટ્રાફિક ચિક્કાર થવાનો છે. હાલ તો મુસાફરો એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. છેલ્લા દિવસોમાં એડવાન્સ ટીકીટ પણ ખૂટી પડે તેવું લાગી રહ્યું છે.


હર્ષ સંઘવીએ શું કહ્યું હતું?


દિવાળીના તહેવારમાં સુરત તરફથી સૌરાષ્ટ્રવાસીઓ પોતાના વતનમાં આવતા હોય છે અને લોકો ફરવા પણ જતા હોય છે ત્યારે લક્ઝરી બસના સંચાલકો દ્વારા પેસેન્જર પાસે બેગણા ભાડા વસૂલવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી. તહેવારના સમયે ચિક્કાર ભીડ રહેતી હોવાથી ખાનગી વાહન ચાલકો મનફાવે તેવા ભાડા ઉઘરાવતા હોય છે અને લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવતા હોય તેવા ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોને બેફામ ઉઘરાણા બંધ કરવા ગૃહમંત્રી દ્વારા ટકોર કરવામાં આવી હતી. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, તમારી સેવા અને વેપાર સારો ચાલે તેમાં કોઈ વાંધો નથી. નાગરિકોની જરૂરિયાતનો લાભ લેવામાં આવશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.ખાનગી બસ સંચાલકો આવી કોઈ પણ કાળાબજારી કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.   



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...