સુરતમાં દિવાળી ટાણે ખાનગી બસ સંચાલકોની ઉઘાડી લૂંટ, લક્ઝરી બસના ભાડામાં બેફામ વધારો


  • Published By :
  • Published Date : 2023-11-10 19:06:58

સુરતમાં દિવાળી ટાણે ખાનગી બસ સંચાલકો આડેધડ લૂંટ ચલાવી રહ્યા છે. સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે. તેની સાથે સાથે ગુજરાતભરમાંથી લોકો દિવાળી વેકેશન દરમિયાન વતનમાં જતા હોય છે. સુરતના શહેરના હીરા ઉદ્યોગમાં લાખો લોકો કામ કરે છે. એમાં ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગઢડા, પાલીતાણા, રાજપીપળા, ગારિયાધાર, બોટાદ વગેરે જેવા સૌરાષ્ટ્રના લોકો અહીં આવીને વસ્યા છે. તેમનાં બાળકો પણ અહીં અભ્યાસ કરે છે. વતનથી દૂર નોકરી-ધંધા માટે સુરતમાં આવીને વસ્યા હોવાથી લોકો શાળામાં વેકેશન પડે એટલે વતન ઊપડી જાય છે. 


સૌરાષ્ટ્રવાસીઓનું વતન તરફ પ્રયાણ


સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે, જેને લઈને વહેલું વેકેશન પડી ગયું છે અને ક્યારે ખુલશે તેની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. જેથી વરાછા રોડ, કતારગામ, અશ્વિનીકુમાર રોડ, વેડ રોડ, કાપોદ્રા વગેરે વિસ્તારોમાં કારખાનાઓ બંધ થઈ ગયા છે એટલે આ વિસ્તારો સુનકાર જેવા થઈ ગયા છે. ગત રોજથી મોટા પ્રમાણમાં લોકો વતનની વાટ પકડી છે. જેના લઈને દિવાળી પહેલા જ સૌરાષ્ટ્રવાસીઓના વિસ્તાર તો સુમસાન જ થઈ જશે. અમરોલી, કતારગામથી ઉપડેલી બસો વરાછા, કાપોદ્રા, ચોપાટી, નાના વરાછા, પ્રાણી સંગ્રાહાલય, શ્યામધામ અને છેલ્લે કામરેજ સ્ટોપ કર્યો હતો. દરેક જગ્યા પર વતન જવા માટે લોકોનો મેળો ભરાયો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સૌથી વધુ લોકોની ભીડ નાના વરાછા ખાતે જોવા મળી હતી. નાના વરાછાના ઢાળથી લઈને સીમાડા નાકા સુધી લોકોનો મેળાવડો જોવા મળ્યો હતો. એક સમયે તો આ રોડ પર એક સાથે 10થી વધુ બસોનો ખડકલો થઈ ગયો હતો.


ખાનગી બસ સંચાલકોની ઉઘાડી લૂંટ


સુરતમાં દર વખતની જેમ આ વખતે પણ પ્રાઈવેટ બસ સંચાલકોએ લૂંટવાના ધંધા શરૂ કરી દીધા છે અને ભાવ સીધા ડબલ કરી નાખ્યા છે. લોકો પણ મજબૂરીનો ભોગ બનીને પૈસા આપી રહ્યા છે. એસટી વિભાગ દ્વારા બસો મૂકવામાં આવી છે પણ તે પહોંચી વળે તેવી સ્થિતિ દેખાતી નથી. સુરતમાં સોરાષ્ટ્રમાંથી વેપાર-ધંધા કે નોકરી માટે આવતા લોકોની સંખ્યા ઘણી મોટી છે. જોકે, તહેવારોના સમયમાં આ લોકો પોતાના ઘરે વતન તરફ જવાનું પસંદ કરતા હોય છે. ખાસ સૌરાષ્ટ્ર તરફ જનારા લોકોની સંખ્યા વધારે છે. દિવાળીના તહેવારમાં સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસના ભાડા ડબલ કરી દેવામાં આવ્યો છે. જે રેગ્યુલર દિવસોમાં 600 ટિકિટ હતી તે હાલ 1200થી લઈને 1400 સુધી કરી દેવામાં આવી છે. આ અંગે મુસાફરો પણ કહે છે કે ટિકિટના દરમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા રિટર્ન બસો પણ ચલાવવામાં આવે છે. જેથી સુરતના ઘસારાને પહોંચી શકાય. રાત્રે ઉપડેલી જે બસ સવારે સૌરાષ્ટ્ર પહોંચે છે તે પરત રાત્રે સુરત આવી જાય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?