સુરત ST ડેપો પરથી 1000 એક્સ્ટ્રા બસો દોડાવવાનો પ્રારંભ, 38.88 લાખ રૂપિયાની આવક


  • Published By :
  • Published Date : 2023-11-10 17:59:18

રાજ્યમાં દિવાળીના તહેવારની ઉજવણીને લઈ લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના તમામ મોટા શહેરોમાંથી લોકો વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને અંકલેશ્વરના એસટી ડેપોમાં મુસાફરોની ભીડ ઉમટી છે. તેમાં પણ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે યાત્રીકોનો ધસારો જબરદસ્ત છે. મુસાફરોનો આ ધસારો જોતા સુરત એસટી તંત્રએ  રાજ્યનાં અન્ય શહેરો માટે 1000 બસ રવાના કરવાનો નિર્ણય કર્યો છે. આ કારણે છેલ્લા બે દિવસમાં એસટી વિભાગને 38.88 લાખ રૂપિયાની આવક થઈ છે.


શુક્રવારે 320 ગ્રૃપ અને 140 ઓનલાઈન બુકિંગ


સુરત એસટી વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ 10 નવેમ્બર એટલે શુક્રવારે 320 ગ્રૃપ બુકિંગ છે. તેમાં 140 ઓનલાઈન બુકિંગ છે અને બાકીના કરંટ બુકિંગ છે. હજી પણ કરંટ બુકિંગ થઈ રહ્યું છે. તેના કારણે દિવસ દરમિયાન કાપોદ્રામાં ધારૂકાવાલા કોલેજ ગ્રાઉન્ડ પરથી 1000 બસ ઉપાડવાનું પ્લાનિંગ છે.


બે દિવસમાં બસોની 154 ટ્રીપ 


સુરત એસટીને માત્ર છેલ્લા બે દિવસમાં 38.88 લાખ રૂપિયાની આવક થઈ હતી. તેમાં કુલ 11,394 મુસાફર નોંધાયા હતા. બે દિવસમાં બસોની 154 ટ્રીપ નીકળી હતી. તેમાં સૌથી વધુ ટ્રીપ ઝાલોદ અને દાહોદ જિલ્લા માટે હતી અને 4600 મુસાફર નોંધાયા હતા. 154 ટ્રીપમાં બસો કુલ 73381 કિલોમીટર પ્રવાસ કરશે.


કયા શહેર માટે કેટલી ટ્રીપ?


ઝાલોદ જિલ્લા માટે 72, દાહોદ જિલ્લા માટે 19 ટ્રીપ, અમરેલી જિલ્લા માટે 13 ટ્રીપ, મહુવા માટે 10 ટ્રીપ, સાવરકુંડલા માટે 7 ટ્રીપ, ભાવનગર માટે 4 ટ્રીપ, ગરિયાધાર માટે 5 ટ્રીપ, જૂનાગઢ માટે 5 ટ્રીપ, રાજકોટ માટે 3 ટ્રીપ અને સંતરામપુર માટે 1 ટ્રીપ ગઈ છે. આ 1000 ટ્રીપમાં સુરત એસટીને દોઢ કરોડ રૂપિયાથી વધુ આવક થવાની શક્યતા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.