Diwaliના ફટાકડાએ ઝેરીલી કરી Delhiની હવા, વધ્યુ પ્રદૂષણ, આતિશબાજીને કારણે એક્યુઆઈ પહોંચ્યો 900ને પાર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-13 11:33:54

પ્રદૂષણને કારણે ફટાકડા ફોડવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ દિલ્હી-એનસીઆરમાં લોકોએ મનમૂકીને ફટાકડા ફોડ્યા છે. આખી રાત ફટાકડા ફોડવામાં આવ્યા છે. એક તરફ પ્રદૂષણનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે તો બીજી તરફ લોકોએ ફટાકડા ફોડી પ્રદૂષણનું સ્તર વધાર્યું છે તેવું કહીએ તો નવાઈ નહીં. કારણ કે દિલ્હીમાં દિવાળીની સવારે એક્યુઆઈ 200 નોંધાયું હતું જ્યારે દિવાળી વિત્યા બાદ અનેક સ્થળો પર એક્યુઆઈ 900ને પાર નોંધાયો હતો. મળતી માહિતી અનુસાર સવારે પાંચ વાગે આનંદ વિહારમાં એક્યુઆઈ 969 નોંધાયો હતો. આ આંકડો ખતરનાક કેટેગરીમાં આવે છે.

   


ફટાકડા પર પ્રતિબંધ હોવા છતાંય લોકોએ ફોડ્યા ફટાકડા!

સમગ્ર દેશમાં દિવાળીના તહેવારોની ઉજવણી થઈ રહી છે. દિવાળીના સમય દરમિયાન આપણે ત્યાં ફટાકડા ફોડવામાં આવે છે. ફટાકડા ફોડી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વખતે સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ મૂકી દીધો છે પરંતુ દેશના અનેક રાજ્યોમાં ધૂમ ફટાકડા ફોડવામાં આવ્યા છે અને દિવાળીની ઉજવણી કરવામાં આવી છે. દિલ્હીમાં તો પ્રદૂષણનું સ્તર એકદમ ખરાબ થઈ ગયું છે. પ્રદૂષણને કારણે દિલ્હીવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દિલ્હીવાસીઓએ ફટાકડા પર પ્રતિબંધ હોવા છતાંય રાત્રે ધૂમ ફટાકડા ફોડ્યા છે. ફટાકડાને કારણે ફરી એક વખત વાયુ પ્રદૂષણનું સ્તર વધ્યું છે. 

દિલ્હીમાં ફટાકડા ફૂટયા બાદ વધ્યું વાયુ પ્રદૂષણ

દિલ્હીમાં તો વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. ન માત્ર દિલ્હીમાં દેશના અનેક રાજ્યોમાં હવાની ગુણવત્તા એકદમ નીચે નોંધાઈ રહી છે. વધતા પ્રદૂષણને જોતા સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક જગ્યાઓ પર ધણા ફટાકડા ફોડવામાં આવ્યા હતા જેને કારણે વાયુ પ્રદૂષણ વધી ગયું છે. દિલ્હીમાં તો વાયુ પ્રદૂષણ પહેલેથી જ એક સમસ્યા હતી, વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ કેવી રીતે લાવવું તે અંગે સરકાર વિચારણા કરી રહી હતી. કૃત્રિમ વરસાદ કરી પ્રદૂષણને કંટ્રોલ કરવાની વિચારણા ચાલી રહી હતી પરંતુ કુદરતી વરસાદ પડ્યો અને વાયુ પ્રદૂષણ કંટ્રોલમાં આવી ગયું. કૃત્રિમ વરસાદના વિચારને સ્થગિત રાખવામાં આવ્યો ઉપરાંત ઓડ-ઈવન ફોર્મ્યુલાને પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ફરી એક વખત વાયુ પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે જે ચિંતાજનક છે.

ક્ષણિક મજા લાંબા સમયની સજામાં પરિવર્તિત થઈ શકે છે!  

દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટી (DPCC) અનુસાર, દક્ષિણ દિલ્હીના વિસ્તારોમાં સૌથી ખરાબ સ્થિતિ છે. AQI માં વધારો રાત્રે 8 વાગ્યા પછી શરૂ થયો હતો અને રાત્રે 11 થી 1 વાગ્યાની વચ્ચે તેની ટોચે પહોંચ્યો હતો. રાતોરાત પ્રદૂષણનું સ્તર કેવી રીતે વધ્યું તે સમજવા માટે તમે આ ગ્રાફ જોઈ શકો છો. મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર પણ અનેક એવા વીડિયો શેર કરવામાં આવ્યા છે જે જોઈને ખબર પડી જાય કે દિલ્હીમાં કેટલા ફટાકડા ફૂટ્યા હશે. થોડા સમયની ખુશી આગળ જતા ગંભીર અને ખરાબ પરિણામ આપી શકે છે! ફટાકડા ફોડવાની ખુશી થોડા લોકોની હોય છે પરંતુ તેનું પરિણામ દરેક લોકોને ચૂકવવું પડે છે! 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?