દિવાળીનો તહેવાર પરિવાર સાથે મનાવવા માટે લોકો પોતાના વતન જતા હોય છે. રોજીરોટી માટે પોતાનું વતન છોડી લોકો શહેરમાં આવી મહેનત કરે છે. તેઓ તહેવાર પોતાના પરિવાર સાથે મનાવે તે માટે દિવાળીના દિવસો દરમિયાન, હોળી,છઠ્ઠના દિવસો દરમિયાન પોતાના ઘરે જતા હોય છે. ત્યારે આ વખતે પણ લોકો પોતાના ઘરે જઈ શકે તે માટે વિશેષ બસો દોડાવવામાં આવી હતી. એસટી બસોની ખાસ વ્યવસ્થા તહેવારને ધ્યાનમાં રાખી કરાઈ હતી. દિવાળી દરમિયાન એસટી વિભાગને સારી કમાણી થઈ છે તેવી માહિતી સામે આવી છે. વડોદરા એસટી ડિપાર્ટમેન્ટે દિવાળીના તહેવાર દરમિયાન એક્સ્ટ્રા બસો દોડાવીને અંદાજે 3.60 કરોડની કમાણી કરી છે. વધુ મળેલી માહિતી અનુસાર એક્સ્ટ્રા બસને કારણે એસટી વિભાગને 48 કરોડથી વધારેની કમાણી થઈ છે.
વડોદરા એસટી વિભાગને થઈ કરોડોની કમાણી!
તહેવારને ધ્યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા વિશેષ બસો દોડાવવામાં આવી હતી. એક્સ્ટ્રા બસોની સુવિધા કરવામાં આવી હતી. 1000થી વધારે બસો મુકવામાં આવી હતી. લોકો પોતાના વતન જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન વડીલો આશીર્વાદ આપતા હોય છે કે આ દિવાળી તમને લાભદાયી નિવડે, પૈસાની સારી કમાણી થાય! ત્યારે દિવાળીનો તહેવાર એસટી વિભાગને ફળ્યો છે. દિવાળીના દિવસો દરમિયાન દોડાવવામાં આવેલી સ્પેશિયલ બસને લઈ એસટી વિભાગને કરોડોની કમાણી થઈ છે. વડોદરા એસટી વિભાગને પણ દિવાળીનો તહેવાર ફળ્યો. 7થી 15 નવેમ્બર દરમિયાન દોડાવવામાં આવેલી વિશેષ બસોને કારણે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોને 3 કરોડ જેટલી કમાણી થઈ છે તેવી માહિતી સામે આવી છે.
દિવાળીના તહેવાર દરમિયાન એસટી વિભાગને થઈ 7 કરોડની કમાણી!
દિવાળીના તહેવારોને લઇને એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં એકસ્ટ્રા બસોના સંચાલનથી સાત કરોડ રૂપિયાથી વધુની આવક થઇ હતી. દિવાળી પહેલાના પાંચ દિવસમાં સુરત એસટીએ 1 હજાર 737 ટ્રીપ દોડાવી 97 હજાર મુસાફરોને પોતાના વતન પહોંચાડ્યા હતા. જેથી સુરત એસટી ડિવીઝનને 3.42 કરોડ રૂપિયાની આવક થઈ હતી. દિવાળીના તહેવારોને લઇને એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં એકસ્ટ્રા બસોના સંચાલનથી 43 કરોડ રૂપિયાથી વધુની આવક થઇ હતી.