દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે. સામાન્ય રીતે આપણે ફટાકડા રસ્તા પર રાખીને ફોડતા હોઈએ છીએ પરંતુ આ જગ્યા પર તો ફટાકડા ફેંકવામાં આવે છે અને પર્વની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં દિવાળીની રાત્રે સર્જાય છે યુદ્ધના દ્રશ્યો. આગના ગોળા સામ સામે ફેંકવામાં આવે છે.
ઈંગોરીયા નામનો ફટાકડો લોકો એકબીજા પર ફેંકે છે!
દિવાળીની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે. કોઈ મીઠાઈ ખાઈને તહેવાર મનાવે છે તો કોઈ ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરે છે. પરંતુ ગુજરાતના અમરેલીમાં કંઈ અલગ રીતે દિવાળીની ઉજવણી થાય છે. અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે સર્જાય છે યુદ્ધના દ્રશ્યો હાથમાં જાણે કોઈ ફળ ફ્રુટ હોય તેમ આ હર્બલ ગણાતો ઈંગોરીયા નામનો ફટાકડો એકબીજા પર ફેંકવામાં આવે છે ને જાણે રણભૂમી નું મેદાન હોય તેમ સાવરકુંડલા શહેરની ગલી ગલીએ ખેલાય છે ઇંગોરીયાનું યુદ્ધ.
આગના ગોળાથી આકાશમાં જામે છે આતિશબાજી
તહેવારની ઉજવણી દરમિયાન સામ સામે ફેંકવામાં આવે છે આગના ગોળા આ પરંપરા.આજકાલથી નહીં પરંતુ દાયકાઓથી ચાલી આવે છે....ચીકુ જેવા ખાસ ફળમાં દારૂખાનું ભરીને પછી સામસામે ફેંકવામાં આવે છે. આગના ગોળાથી આકાશમાં આતિશબાજી જામે છે. આ દ્રશ્યો જોવા માટે દૂર દૂરથી લોકો પણ અહીં આવે છે. ઈંગોરીયા યુદ્ધ ની 150 વર્ષ જૂની રમત આજે પણ જળવાઈ રહી છે ને પોલીસ, ફાયર, ડોક્ટરો ની ટિમ પણ ખડેપગે રાખવામાં આવે છે ને પોલીસ અધિકારીઓ પણ આ ઈંગોરીયા યુદ્ધમાં ભાગ લે છે અને ઈંગોરીયા રમે છે